Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના કોટડા પાસે દૂધ વાહને બાઇક સવારોને અડફેટે લેતાં એકનું મોત થયું

0 79

ધાનેરામાં શુક્રવારે સવારે 11 વાગ્યાના સુમારે કોટડા ચાર રસ્તા ઉપર રાજસ્થાન તરફથી આવતા એક દૂધ વાહને બાઇકને અડફેટે લેતાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતાં સારવાર માટે પાલનપુર સારવાર અર્થએ ખસેડાયો હતો.

ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામ ચાર રસ્તા પાસે શુક્રવારે સવારે 11 વાગ્યાના સુમારે એક બાઇક સવારને રાજસ્થાન તરફથી ધાનેરા આવતી દૂધની ગાડીએ અડફેટે લેતાં બાઇક હવામાં ફંગોળાયું હતું. અને બન્ને બાઇક સવારો દુર રસ્તા ઉપર પટકાયા હતા. આ ઘટના બનતા લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 ને ફોન કરતાં 108 ની ટીમ તાત્કાલિક પહોંચીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા.

જેમાં કોટડા ગામના ગમુજી હકમાજી દરજી (ઉં.વ.45) નું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા કોટડા ગામના રમેશભાઇ ગણેશભાઇ પટેલ (ઉં.વ.42) ને ગંભીર ઇજાઓ થતાં ધાનેરા ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

Leave A Reply

Your email address will not be published.