Publisher Theme
I’m a gamer, always have been.

સુરેન્દ્રનગરના પાટડી ગામે ધાર્મિક કાર્યક્રમ સ્થળેથી તસ્કર બાઇક ઉઠાવી ગયો

0 13

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામ પાસે પીપળી ગામ ખાતે રામદેવજીના કાર્યક્રમો આવેલા વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના શખ્સનું અજાણ્યા શખ્સો દ્વારા બાઇક ચોરી.

સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોએ વાહન ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વાહન ચોરીના બનાવો એ ભારે માજા મૂકી છે અને લોકોએ હેન્ડલ લોક કર્યું હોવા છતાં પણ તસ્કરો હેન્ડલ લોક તોડી અને વાહનોની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામ ખાતે વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના રહેવાસી ઘનશ્યામભાઈ રઘુભાઈ રામદેવજી મંદિર ખાતે દર્શન માટે આવ્યા હતા અને રાત્રિના ભજન હોવાના કારણે તે જેવો રોકાઈ ગયા હતા ત્યારે રાત્રિના ભજન પતાવી અને જ્યાં બાઈક પાર કર્યું હતું ત્યાં ગયા હતા ત્યાં તેમનું બાઈક ન હોવાનું જોવા મળ્યું હતું.

ત્યારે તેમને આજુબાજુમાં તપાસ કરી હતી અને પૂછપરછ પણ કરી હતી પરંતુ તેમનું બાઈક ન મળતા તેમણે દસાડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવાની ફરજ પડી હતી. ફરિયાદ નોંધાવી છે પરંતુ હજી બાઇક મળ્યું ન હોવાનું હાલમાં તેઓ જણાવી રહ્યા છે.

Leave A Reply

Your email address will not be published.