Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં દુકાન વધાવી ઘરે જઈ રહેલા વેપારીની નજર ચૂકવી સવા ત્રણ લાખ ભરેલા થેલો ઉઠાવી અજાણ્યો શખ્સ ફરાર

0 48

ધાનેરા વેપારી પાસેથી પૈસા ભરેલી બેગ દુકાન વધાવવાના સમયે કોઈ અજાણ્યા ઈસમ લઈ ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરામાં એક સ્પેરપાર્ટ હોલસેલ અને રીટેલર વેપારી સાંજના સમયે દુકાન વધાવી શટરને તાળું મારવા જતાં પાછળથી આવી સવા ત્રણ લાખની રોકડભરેલો થેલો લઈ રફુચક્કર થઇ જતા વેપારીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક સ્પેરપાર્ટ હોલસેલ અને રીટેલર વેપારી દુકાન બંદ કરવાના સમયે પૈસા ભરેલું બેગ લઇ કોઈ અજાણ્યા ઈસમ ફરાર થતા વેપારી સલીમભાઈ મેમણે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સવારે દુકાન પર ગયેલ દુકાને નોકરી કરતા માણસો આવેલા હતા ત્યારે સવારે સલીમભાઇ મેમણ દુકાને આવેલ ત્યારે વેપારીને આપવાના 1 લાખ ઘરેથી લઈને આવેલ અને સ્પેરપાર્ટનો હોલસેલ તેમજ રિટેલની દુકાન આખા દિવસના ધંધા તેમજ ઉઘરાણી ના 2 લાખ 25 હજાર આવેલ હતા અને ઘરેથી લાવેલ એક લાખ કુલ 3 લાખ 25 હજાર મારાં દુકાનના કાળા થેલામાં રાખેલ હતા. સાંજના સમયે દુકાને નોકરી કરતા માણસો તેમના ઘરે જવા નીકળેલ હતા. જે બાદ સાંજના પોણા આઠ એક વાગે પૈસા ભરેલ થેલો લઈ ઘરે જવા નીકળવાનો હતો જેથી બહાર આવી દુકાન આગળ ઓટલા પર થેલો મૂકી શટર બંધ કરતા હતા તે દરમિયાન એક અજાણ્યો ઈસમ મોઢે રૂમાલ બાંધીને અને 3 લાખ 25 હજાર ભરેલ થેલો લઈ ઈસમ ભાગતા હું તેમની પાછળ બાઈક લઈને પાછળ જતા આગળ જતા ડી બી પારેખ શાળાની આગળ ઉભેલા બ્રેજા ગાડીમાં બેસી નાસતા સલીમભાઇ મેમણે થેલો લઈને નાસેલ તેમજ બ્રીજા ગાડી ચાલાકને ઓળખતા બંને ઈસમો વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

Leave A Reply

Your email address will not be published.