Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાનાં ધારાસભ્યએ સરકારી નોકરીઓના ઉમેદવારોના વિવિધ મુદ્દાઓને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

0 176

ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારી નોકરીઓનાં ઉમેદવારોની વિવિધ માંગોને સ્વીકારવા માટે રજૂઆત કરી છે. લોક રક્ષક ભરતી 2022 રીમેરીટ તેમજ મેરીટમાં પ્રતિક્ષાયાદી રાખવા બાબત, ક્લાર્ક, હેડ ક્લાર્ક ખાલી જગ્યા પર નિમણુંક કરવા, આસી. ક્લાર્ક, બિન સચિવાલય કોમન જગ્યા પર વેઇટિંગ લિસ્ટ અથવા રિસફલિંગ પ્રક્રિયા કરવા સહિતના ઉમેદવારોની વિવિધ માંગણીઓને લઈ લેખિત પત્ર લખી રજૂઆત કરી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા કોંગ્રેસના ધારાસભ્ય નથા પટેલ સરકારી નોકરીનાં ઉમેદવારોની વિવિધ માંગોને સ્વીકારવા, લોકરક્ષક ભરતી 2022 રીમેરીટ તેમજ મેરીટમાં પ્રતિક્ષા યાદી રાખવા, ક્લાર્ક, હેડ ક્લાર્ક અને આસી.ક્લાર્કની કોમન ખાલી જગ્યા ઉપર નિમણુંક આપવા, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્કની કોમન ઉમેદવારોની ખાલી જગ્યા પર વેઇટિંગ લિસ્ટ અથવા રિસફલિંગ પ્રક્રિયા કરવા જેવી બાબતોને લઈ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખી રજૂઆત કરી છે.

Leave A Reply

Your email address will not be published.