ધાનેરા તાલુકાના વોડા ગામેથી ધાનેરા પાંથાવાડા નેશનલ હાઇવેને જોડતા 2 કી.મી. માર્ગને પહોળો કરીને નવિનીકરણ કરવામાં આવી – રહ્યું છે. ત્યારે આ કામ માટે એક વર્ષ અગાઉ વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હતા અને ત્યારે આ કોન્ટ્રાકટર દ્વારા બન્ને સાઇડો ખોદી દેતા તે સાઇડો ભરવામાં ત્રણ મહીના લગાવ્યા હતા અને સાઇડો પુર્યા પછી જુના રોડ ઉપર મેટલ નાંખી દેવામાં આવેલ છે. આ કામ છેલ્લા ચાર મહીનાથી ધીમીગતીએ ચાલતું હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે. આ માર્ગ ખોદી પછી પથ્થરો નાંખીને પડી મુકવામાં આવેલ છે અને વાહન ચાલકો છેલ્લા ચાર મહીનાથી હેરાન પરેશાન થઇ રહ્યા છે તેમ છતાં માર્ગ અને મકાન વિભાગની ઉંઘ પણ ઉડતી નથી. આ અંગે ધાનેરા માર્ગ આવશે.
અને મકન વિભાગ (પંચાયત) ના એસ.ઓ. વિપુલભાઇ પ્રજાપતિએ જણાવેલ કે આ કોન્ટ્રાકટરને અવાર નવાર કહેવામાં આવેલ છે અને હવે તે કામ પુરુ તાત્કાલિક થાય તેવી પણ અને સુચના આપવામાં આવેલ છે જેથી જલ્દી આ કામ પુરુ કરી દેવામાં આવશે.