Publisher Theme
I’m a gamer, always have been.

વરસાદી પાણી ભરાતાં પાલનપુર ડોકટર હાઉસ ખાતે રોગચાળાની દહેશત

0 27

પાલનપુરમાં આવેલા વરસાદને લઈ ડોકટર હાઉસમાં પાણી ભરાયા હતા. જે ભરાયેલા પાણી એજ સ્થિતિમાં હોવાથી આગામી સમયમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાની બીમારી વધવાની શકયતાઓ સેવાઇ રહી છે. આમ પાલનપુરમાં આવેલ ડોકટર હાઉસ ખાતે મોટાભાગની હોસ્પિટલો આવેલી છે. જ્યાં પાલનપુર સહિત રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર કરાવવા માટે આવતા હોય છે. આમ આ ડોકટર હાઉસમાં ઠેરઠેર ગંદકી તેમજ અગાઉ પડેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ કરાવતું નથી જેને લઈ ત્યાં આવેલ દર્દીઓની બીમારી દૂર કરવાની જગ્યાએ વધુ બીમાર પડે તેવી સમસ્યા સર્જાઈ છે. જેને લઈ વર્તમાનમાં ચાલી રહેલા વાયરલ ફીવરમાં અનેક લોકો ડેન્ગ્યૂ અને મેલેરિયાના રોગી બની શકે તેમ છે. તેથી જો તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Leave A Reply

Your email address will not be published.