Publisher Theme
I’m a gamer, always have been.

ધરોઈ જૂથ યોજના માં પાલનપુર નગરપાલિકા ૨૩ કરોડના દેવા માં

0 39

પાલનપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ધરોઈ જૂથ યોજનાનું બિલ ચુકવવામાં નગર પાલિકા ઘ્વારા વિલંબ કરવામાં આવતા પાલિકાના માથે હાલ ધરોઈ જૂથ યોજનાની ૨૩ કરોડજેટલું દેવું ચડી ગયું છે. જે લ્હેણાં સામે પાલિકા દ્વારા વાર્ષિક માત્ર રૂ. ૭૨ લાખની ભરપાઈ કરવામાં આવી રહી છે. જાેકે, શહેરમાં દૈનિક ૩૦ મિલિયન લીટર પાણીની જરૂરીયાત સામે પાલિકા ઘ્વારા દૈનિક માત્ર ૧૦ મિલિયન પાણી પુરવઠો આપવામાં આવતો હોઇ અનેક વિસ્તારો જળ સંકટનો સામનો કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેરમાં લોકોનેપીવા તેમજ વપરાશના પાણી માટે નગરપાલીકા ઘ્વારા ધરોઈ જૂથ યોજના અને નગર પાલિકા હસ્તકના ૪૦ જેટલા બોર મારફતે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે જાેકે, ધરોઈ જૂથ યોજનાના પાણી પાછળ નગરપાલિકાને બિલ ચૂકવવાનું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકા ઘ્વારા ધરોઈ જૂથ યોજનાનું બિલ ભરવામાં લાપરવાહી દાખવવામાં આવતા હાલની તારીખે નગરપાલિકાના માથે ધરોઈ જૂથ યોજનાનું ૨૩ કરોડ જેટલું દેવું ચડી ગયું છે. જાેકે, નગરપાલિકા ઘ્વારા શહેરમાં રહેણાંક એકમમાં વાર્ષિક ૬૬૦ અને કોમર્શિયલ એકમમાં ૧૨૫૦નો પાણી વેરો વસુલવામાં આવી રહ્યો છે. જેની સામે શહેરના કેટલાક વિસ્તારોમાં એકાંતરે અને ત્રણ દિવસે પાણી પુરવઠા ની સપ્લાય કરવામાં આવી રહી હોય લોકોને અપૂરતું પાણી મળતા કેટલાક લોકોને ખાનગી ટેન્કરો મારફતે પાણી મેળવવાની ફરજ પડી રહી છે. જાેકે શહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં નિષ્ફળ રહેલ નગરપાલિકા ના માથે ધરોઈ જૂથ યોજનાનું કરોડોનું લ્હેણું ચડી જતા આખરે પાલિકા ઘ્વારા ધરોઈના બાકી લ્હેણાનો ભાર ઓછો કરવાં માટે માસિક છ લાખ લેખે વાર્ષિક ૭૨ લાખ બાકી લહેણાંની ભરપાઈ કરવામાં આવી રહી છે. પાલનપુર શહેરમાં રેસિડેન્ટ અને કોમર્શિયલ મળીને અંદાજીત ૫૦ હજાર જેટલા નળ કનેક્શન આવેલા છે. જેઓને પાલિકા હસ્તકના ૪૦ બોરવેલ અને ધરોઈ જૂથ યોજના મારફતે દૈનિક ૩૦ લાખ મિલિયન લીટરની સામે ત્રીજા ભાગનો ૧૦ મિલીયન લીટર
પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જેમાં રેસિડેન્ટમાં વાર્ષિક રૂ. ૬૬૦ અને કોમર્શિયલ રૂ.૧૧૫૦ નો પાલિકા ઘ્વારા વેરો વસૂલવામાં આવી રહ્યો છે. પાલનપુરના મોટાભાગ ના વિસ્તારોમાં ધરોઈ જૂથ યોજનાનું પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં ચાલુ વર્ષે ઉપરવાસમાં અપૂરતા વરસાદને લઈ ધરોઈ ડેમમાં નવા નીરની જાેઈએ તેટલી આવક થઈ નથી. તેમજ આગામી દિવસોમાં જાે પૂરતો વરસાદ ન થાય તો આગામી સમયમાં ધરોઈ આધારિત શહેરો અને ગામડામાં જળ સંકટ ની સ્થિતિ નિર્માણ પામે તેવા સંજાેગો સર્જાયા

Leave A Reply

Your email address will not be published.