Publisher Theme
I’m a gamer, always have been.

વડગામમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયા નું એટીએમ માં પૈસા ન હોવાથી શોભાના ગાંઠીયા સમાન

0 18

પૈસા ઉપાડવા માટે આવતા ગ્રાહકો ભારે પરેશાની ભોગવી રહ્યા હોવાની રાવ
તાલુકા મથક વડગામમાં બસ સ્ટેન્ડ પર આવેલ bank of india નું એટીએમ માં પૈસા ના હોવાથી બંધ રહેવા પામે છે ત્યારે ગ્રાહકના ખાતામાં પૈસા હોવા છતાં એટીએમમાં પૈસા ન હોવાથી ગ્રાહકો ભારે પરેશાની ભોગી રહ્યા હોવાની રાહ ઉઠવા પામશે ત્યારે આગામી સમયમાં રીજ્યોનલ શાખામાં લેખિત રજૂઆત કરવામાં આવશે તેવું આવતા અરજદારે જણાવ્યું હતું. તાલુકા મથક વડગામમાં આવેલ બેંકોના એટીએમ મોટાભાગે ખાલી ખમ જોવા મળી રહ્યા છે.ત્યારે વડગામ બસ સ્ટેન્ડ ઉપર આવેલ બેંક ઓફ ઇન્ડિયા નું એટીએમ માં પૈસા ન હોવાના લીધે શોભાના ગાંઠિયા સમાન છે ત્યારે એટીએમમાં પૈસા ન હોવાથી આવતા ગ્રાહકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગ્રાહકના બેંક ખાતામાં રૂપિયા પડ્યા હોય પણ એટીએમ બંધ હોવાને કારણે જો ગ્રાહક બેંકમાં સ્લીપ દ્વારા રૂપિયા ઉપાડવા જાય તો બેંકના અધિકારીઓ તેમની જોડે પાસબુક ચેકબુક માંગે છે ત્યારે ગ્રાહક જોડે ના હોવાથી અને ખાલી એટીએમ હોવાથી પૈસા ઉપડી શકતા નથી જેના લીધે ગ્રાહકે ખાતામાં પૈસા હોવા છતાં સત્તા પૈસે ભીખ માગવાનો વારો આવે તેવું આવતા ગ્રાહકો જણાવી રહ્યા છે. અને બેન્ક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા માં હિન્દીભાસી અધિકારી હોવાથી આવતા અરજદારોને તેઓ ઉદ્વત જવાબ આપી રહ્યા છે જેને લઇ ગ્રાહકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રિજ્યોનલ શાખા ના અધિકારીઓ દ્વારા વડગામ માં આવેલ બેંકોની મુલાકાત લઇ યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે અને આવતા ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.આ અંગે અરજદાર જૈમીન ભાઈએ જણાવ્યું હતું કે વડગામમાં આવેલા એક પણ એટીએમમાં ઘણીવાર પૈસા હોતા નથી જેને લઇ આવતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને છતાં પૈસે પોતે ભીખ માગી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે ત્યારે બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ માં પૈસા ન હોવાથી શોભાના કોઠીયા સમાન છે અને અધિકારીઓ ઉદ્ધત જવાબ આપી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આ અંગે રિજ્યોનલ શાખામાં લેખિત રજૂઆત કરવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.