Publisher Theme
I’m a gamer, always have been.

મેપડા નજીક સરસ્વતી નદીના પટમાં ભરેલા પાણીના ખાડા માંથી યુવક નો મૃતદેહ મળ્યો.

0 23

વડગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી યુવકના મૃતદેહ ને બહાર કાઢી વડગામ પી.એમ‌.માટે મોકલી અપાયોસ
યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું કે હત્યા કરાઇ છે.લોકોમા અનેક તર્કવિતર્ક
વડગામ તાલુકાના મેપડા નજીક પસાર થતી સરસ્વતી નદીના પટમાં તાજેતરમાં જ મોકેશ્વર ડેમમાં થી પાણી છોડવામાં આવ્યુ હતું.ત્યારે સરસ્વતી નદીના પટમાં રેતી ચોરી કરતા માફીયાઓ દ્વારા સરસ્વતી નદીમાં માં થી રેતી ઉલેચીને મસમોટા ખાડા પડાયા છે નદીમાં પાણી છોડાતા ખાડા ઓ પાણી થી ભરાયાં છે.ત્યારે શનિવાર ના સાંજના મેપડાના યુવકનો મૃતદેહ ભરાયેલા પાણી પાસે થી મળી આવતા મેપડા પંથકમાં યુવકના મોતને લઇને અનેક તર્કવિતર્ક લોકોમાં થઇ રહ્યા છે.યુવક નું પાણી માં ડૂબી જવાથી મોત થયું છે કે પછી હત્યા કરાઇ છે તેવી લોકોમાં શંકા કુશંકાઓ થઇ રહી છે.
વડગામ તાલુકાના મેપડા ગામના રહેવાસી જયંતીભાઈ રામજીભાઈ પરમાર ઉ.વ. આશરે ૪૦ ની શનિવાર સાંજે સરસ્વતી નદીમાં થી યુવકની મૃત હાલતમાં ભરાયેલા પાણી માં થી મળી આવતા ચકચાર મચી ગઇ છે.આ મૃતક યુવકના સમાચાર મેપડા ગામમાં પ્રસરી જતાં ગામમાં થી લોકોના ટોળેટોળાં સરસ્વતી નદીમાં ઉમટી પડ્યા હતા.વડગામ પોલીસ ને જાણ કરાતાં વડગામ પી.એસ.આઇ.પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી ને યુવકની ડેડબોડીને પી.એમ.માટે વડગામ મોકલી આપીને અકસ્માત અંગેનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકને બે દિકરા તથા એક દિકરી છે.મજુરી કરીને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા યુવકના મોતથી પરીવારજનો ઉપર આભ તુટી પડ્યું હતું. મૃતક જયંતિભાઇ પરમાર એક દિવસ અગાઉ પોતાની સાસરી હરદેવાસણા ગયા હતા.અને શનિવાર ના સાંજના મેપડા પાસે સરસ્વતી નદીના પટમાં ભરાયેલા પાણી પાસેથી હાથમાં થેલી ભરાયેલા સાથે મળી આવી હતી.

Leave A Reply

Your email address will not be published.