થરાદ-ધાનેરા હાઇવે પર શનિવારે બાઈક સવારને બચાવવાના પ્રયાસમાં એક કાર રોકેટ ગતીએ દોડી રહેલી કાર પલટી ખાઈ જવા પામી હતી. થરાદ-ધાનેરા હાઇવે પર શનિવારે સાંજના પાંચેક વાગ્યાના સુમારે મેરા તરફથી બે બાઈક સવાર ભોરડું તરફ આવી રહ્યા હતા. તેમની પાછળ પૂર ઝડપે એક કાર પણ આવતી હતી. થરાદના ભોરડું ગામમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા બાઇક સવાર અચાનક વળતા તેને બચાવવાના પ્રયાસમાં પૂર ઝડપે આવી રહેલી કાલ પલટી ખાઈને દૂર રોડ ની સાઈડ માં ફંગોળાઈ હતી. જોકે સદનસીબે કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓનો પણ ચમત્કારિક બચાવ થવા પામ્યો હોવાનું પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું. ધૂળની ડમરી ઉડાડતી જીવંત અકસ્માતની રૂંવાટા ઉભા કરી દેતી સમગ્ર ઘટના પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જો કારની બાઈક સવાર આવ્યો હોત તો વિડીયો જોનાર સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા હતા.