પોલીસે તપાસ કરતા મજુરી કરતા સલાટ નીકળ્યા
ધાનેરા તાલુકાના માલોત્રા ગામે છોકરા ઉપાડવાની ગેંગ આવી છે. તેવી જાણ થતા ગ્રામજનો ભેગા થઈ જઈ. આ ઇસમોને ધાનેરા પોલીસમાં રજૂ કર્યા હતા. પોલીસે તપાસ કરતા આ લોકો સલાટ કોમના મજૂરી અર્થે નીકળેલ હોવાનું જણાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ધાનેરાના માલોતરા ગામે સ્કૂલ છૂટા બાળકો પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમો ને જોતા બાળકો ગભરાઈ જઈ દોડી ગયા હતા. અને તેમના વાલીઓને વાત કરતા તમાશા ને તેડું ન હોય તેમ લોકો દોડી આવી તેમને ઝડપી પાડી ધાનેરા પોલીસ સ્ટેશન લાવેલ તે બાદ પી.આઇ. ડોડિયા એ તપાસ કરતા આ સલાટ લોકો મજૂરી અર્થ નીકળેલ હોવાનું જાણતા કોઈ અરજી કે ફરિયાદ કોઈએ કરે ન હોય જવા દીધા હતા.