બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરાના રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરમાં ચાર વર્ષ પહેલાં ચોરી કરનાર ઈસમને ઝડપી પાડયો છે. એલસીબી પોલીસે 4200 નો મુદ્દા માલ કબજે લઈ ઈસમની અટકાયત કરી ધાનેરા પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિર ચાર વર્ષ અગાઉ ચોરી કરી ઇસમો ફરાર થઈ ગયા હતા. જે બાદ ધાનેરા પોલીસ એ મંદિરમાં ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે આજે ચાર વર્ષ બાદ એલસીબી પોલીસે મંદિરમાં ચોરી કરનાર ચોરને ઝડપી પાડયો છે.
એલસીબી પોલીસ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાલુકાના રામપુરા મોટામાં રહેતા કિરણભાઈ માજીરાણાએ આથી ચારેક વર્ષ પહેલાં રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરની દાનપેટી તોડી તેમાંથી પૈસાની ચોરી કરી હતી. જે આધારે એલસીબી પોલીસે અમને ઝડપી પાડી પૂછપરછ કરતા તેને રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. એલસીબી પોલીસ ધરપકડ કરી ધાનેરા પોલીસ સ્ટેશનને ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે.
Next Post