Publisher Theme
I’m a gamer, always have been.

ઉકાઇ ડેમમા પાણીની આવક થતા સપાટી 316.73 ફુટે પહોચી

0 30

આજરોજ તા.9/7/2022ના રોજ ઉકાઇ ડેમના ઉપરવાસમા પડેલ ભારે વરસાદના કારણે ડેમમા પાણીની આવક સાંજે 5 વાગ્યે 22778 ક્યૂસેક નોંધાઈ હતી ઉકાઇ ડેમ ના કેચમેન્ટ વિસ્તાર એવા મધ્ય પ્રદેશ મા આજે નોંધપાત્ર વરસાદ થતા હથનુર ડેમ છલકાઈ ગયો હતો જેથી તેના 12 ગેટ એક મીટર સુધી ખોલાયા છે સાથે જ પ્રકાશાડેમના પણ 2 ગેટ ફૂલ ખોલી દેવાતા આજે સાંજ સુધીમા ઉકાઇ ડેમમા પાણીની સારી એવી આવક થઇ હતી અને મળતી માહીતી મુજબ સાંજે 5 વાગ્યા સુધીમા 22778 ક્યૂસેક ઈનફ્લો નોધાયો છે જ્યારે 1000 ક્યૂસેક પાણી છોડાતા આજરોજ સાંજ સુધી ડેમની સપાટી 316.73 ફુટ નોંધાઇ છે

ડેમના ઉપરવાસ મા આવેલ ગેજસ્ટેશનોમાથી ચિખલધરા ગોપાલખેડા,સાગબારા જેવા વિસ્તારોમા એવરેજ બે ઇંચ જેટલો વરસાદ નોધાયો છે ઉપરાંત હથનુર અને પ્રકાશા ડેમના ગેટ ખોલી પાણી છોડાતા અને ઉકાઇ ડેમમા પાણીની આવક વધતા વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે

Leave A Reply

Your email address will not be published.