ડીસા થી લિફ્ટ લઇ કારમાં બેઠા, 4 શખ્સોએ 1.63 લાખ લૂંટી લીધા
ધાનેરા ના એક શિક્ષક ગુરુવારે ડીસા ગાયત્રી મંદિર આગળ ઉભા હતા દરમિયાન કારમાં એક લિફ્ટ લીધી હતી. જોકે કારમાં બેઠેલા ચાર શખ્સોએ શિક્ષકને આંખે અને હાથે પટ્ટી બાંધી અપહરણ કરી માર માર્યો હતો. અને રોકડ રકમ, એટીએમ છીનવી લઈ 163500 ની લૂંટ કરી ખરા થઈ ગયા હતા. શિક્ષકે ડીસા ઉત્તર શહેર પોલીસ મથકે અજાણ્યા ચાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.મૂળ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વતની અને હાલમાં ધાનેરા તાલુકાના જાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચંદ્રકાંતભાઈ દિનેશકુમાર સુતરીયા 30 જુનના રોજ ઈડર કોર્ટમાં પત્નીના છૂટાછેડા નો કેસ મામલે ગયા હતા. દરમિયાન રાત્રિના નવ વાગે ડીસા ગાયત્રી મંદિર નજીક ઉતરી ધાનેરા જવા બાજુમાં ઉભેલ એક બ્લુ ગ્રે કલર ની ગાડી ના ચાલકને ગાડી કઈ બાજુ જાય છે ત્યારે ચાલકે હિન્દીમાં કહ્યું સાંચોર જા રહી હૈ ત્યારે શિક્ષકે કહ્યું મને ધાનેરા સુધી લઈ જાઓ ત્યારબાદ આખોલ ચોકડી પહોંચતા ચાલકે ભાડું માંગતા શિક્ષકે 200 રૂપિયા આપ્યા હતા.
ત્યારે ગાડીમાં બેઠેલા અન્ય ચાર શખ્સો એ શિક્ષકને મોઢા પર ફેટ મારવા લાગ્યા અને હિન્દીમાં આપ શબ્દો બોલવા લાગેલ ત્યાર શિક્ષકનો થેલો છીનવી લઈ રૂ.7000,7000મોબાઇલ, બરોડા બેંકની ચેકબુક, પેટના ખિસ્સામાંથી પાકીટ કાઢી તેમાંથી ત્રણ એટીએમ છીનવ્યા તેમજ ગળામાં પહેરેલ સોનાનું પેન્ડલ રૂ.6000 લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી સાત કલાક સુધી ગાડીમાં ફેરવી પાલનપુર ડીસા હાઈવે પર ચંડીસર પુલ નજીક છોડી ભાગી ગયા હતા. જે વાત શિક્ષકે દિશા ઉત્તર પોલીસ મથકે અજાણા ચાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.
શિક્ષકને ડરાવી એટીએમ ના પીન માંગ્યા શિક્ષક ચંદ્રકાંત સુતરીયા નું ચાર હિન્દી વાસીઓએ અપહરણ કરી કરાવી એટીએમ ના પીન માંગી લઈ બરોડા બેંકમાંથી રૂ.51,800, યુનિયન બેન્કમાંથી રૂ. 59000, તેમજ sbi માંથી રૂપિયા 24,200 ઉપાડી લીધા હતા. તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટમાંથી કુલ 1,42,000 તેમજ કુલ રૂ.1,63,500 ની લૂંટ કરી શખ્સો થઈ ગયા હતા.