Publisher Theme
I’m a gamer, always have been.

વાવ તાલુકાના ચાંદરવા ગામે પ્રાણ પ્રતિષ્ઠા નો આજે દશમો દિવસ ચાલી રહ્યો છે ત્યારે આજે ધામ ધુમ થી ચિત્રોડ માતાજી ની શોભાયાત્રા નીકળી હતી યુવાનો વડીલો દ્વારા આવતા ભાવિ ભગતો નુ સ્વાગત કરવામાં આવ્યું

0 112

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચાંદરવા ગામે શ્રી ચિત્રોડ માતાજી નુ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે માતાજી ના જીર્ણોધ્ધાર મહોત્સવ પ્રસંગની શાનદાર ઉજવણી ના ભાગરૂપે આજે પ્રતિષ્ઠા મહોત્સવ નો દશમો દિવસ થયો તા 29/5/2022 થી દેવી ભાગવત કથા નો પ્રારંભ થયો હતો અને તા 7 /6/2022 સુધી દેવી ભાગવત કથા ની પર્ણ હતી થતાં આજે ચિત્રોડ માતાજી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી વરઘોડામાં કલાકાર ઘનશ્યામ ભાઈ જુલા અને દેવીકા બેન રબારી અને ભાવેશ ગામોના ચાંદરવ વરઘોડામાં રમઝટ બોલાવી હતી અને 8/6/2022/ ના રોજ યક્ષન પુર્ણાહુતી થશે અને તારીખ 7/6/2022 ના રોજ ભવ્ય સંતવાણી લોક ડાયરા નુ આયોજન કરવામાં આવ્યું છે
જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો માં દેવાયત ખાવડ તથા રાજભા ગઢવી તથા કવિ બેન રબારી દશરથ દાન ગઢવી તથા મહેશ બારોટ માડકા વાળા તથા શ્રવણ સિંહ સોઢા જેવા કલાકારો હાજર રહી ડાયરની રમઝટ જમાવશે અને તારીખ 6/6/2022 ના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળશે આમ રંગેચંગે ચિત્રોડ માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી થ‌ઈ રહી છે સમસ્ત ચાંદરવા ગામ રાજપૂત સોલંકી પરીવાર તથા ગામોટ ભ્રમણ પરીવાર તથા સમસ્ત ચાંદરવા ગામ પરીવાર દ્વારા ભાવ ભર્યું આમંત્રણ

Leave A Reply

Your email address will not be published.