એજ્યુફન ફાઉન્ડેશન તેમજ ક્રિષ્ના સ્ટડી સેન્ટર ચલાવતા પારસ સોની નામના ઈસમ સામે આજે યુવતી પર દુષ્કર્મ તેમજ ગર્ભપાત કરાવવા માટે બળજબરીથી દવાઓ આપવા બાબત નો ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે પારસ સોનીના ને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નારી સશક્તિકરણ તેમજ એજ્યુકેશન ફાઉન્ડેશન અને સેવાના નામે મોટી મોટી વાતો કરનાર પારસ સોની ની પાપલીલા આજે બહાર આવી છે પારસ સોની એક યુવતીને લગ્નની લાલચ આપી ધાનેરા ની હોટલ શિવ પેલેસ સહિત ગુજરાતનીઅનેક હોટેલોમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું છે આ સમગ્ર બાબતને લઈ યુવતીએ ધાનેરા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા ધાનેરા પોલીસે પારસ સોની ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ પારસ સોની જે ફાર્માસિસ્ટ લાયસન્સ ધરાવે છે અને તેનું ફાર્મસીસ્ટ નું લાયસન્સ ધાનેરાની મેડિકલમાં ભાડે આપી તેમજ ફાર્માસિસ્ટ લાઇસન્સ નો દુરુપયોગ કરી ગેરકાયદેસર ગર્ભપાતની ગોળીઓ યુવતીને આપી હોવાનો યુવતીએ આક્ષેપ લગાવ્યો છે પારસ સોની અગાઉ પણ અનેકવાર યુવતીઓ સાથે ઝડપાતા લોકોએ મેથીપાક પણ ચખાડ્યો હતો પારસ સોનીને ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવવા સોશિયલ મીડિયામાં પોતાની આગવી ઓળખ બનાવવા માટે ખૂબ જ તત્પર રહે છે પરંતુ આજની આ કરતૂત તેના તમામ કાળા કામો પરથી પરદો હટાવી દીધો છે નારી સશક્તિકરણની મોટી મોટી વાતો તેમજ નારીનું સન્માન બાબતે ખૂબ જ સારું પાછળ આપનાર પારસ સોની ની પાપલીલા આજે જાહેર થઈ ગઈ છે તારે ધાનેરા વાસીઓ પણ આ પારસ ની સામે ફિટકાર વરસાવી રહ્યા છે સમગ્ર બાબતે ધાનેરા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે