Publisher Theme
I’m a gamer, always have been.

તાપી જિલ્લાની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ,વ્યારા નુ ભવ્ય પરિણામ

0 10

સમગ્ર ગુજરાતમા નામાંકીત શિક્ષણ સંસ્થા તરીકે જેનુ નામ ગુંજી રહ્યુ છે એવુ જય અંબે ગ્રુપ ની તાપી જિલ્લામા સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી ઉત્ક્રુષ્ઠ પરિણામ આપતી સંસ્થા એટલે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારા…
તાજેતરમા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામા સમગ્ર તાપી જિલ્લામા સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવનારી એક માત્ર સંસ્થા એટલે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારા .તા.6/6/2022ના રોજ જાહેર થયેલ પરિણામકે જેમા ..જેમા ધોરણ 10 મા તાપી જિલ્લાનુ પરિણામ 56.82% આવ્યુ છે જ્યારે વ્યારા કેન્દ્રનુ પરિણામ 62.34% છે અને જય અંબે શાળાનુ પરિણામ 98.11% આવ્યુ છે

જેમા A1 ગ્રેડ 3 વિદ્યાર્થી જ્યારે A2 ગ્રેડ13 વિદ્યાર્થી એ મેળવેલ છે ….જેમા શાળામા પ્રથમ નંબર મેળવનાર માહ્યાવંશી પ્રેક્ષા કમલેશભાઈ એ 600 માથી 565 ગુણ મેળવી 94.16% ટકાવારી અને 99.65 પર્સન્ટાઇલ મેળવેલ છે
જ્યારે બીજા નંબરે ગામીત હિરલકુમારી અવિનાસભાઇએ પણ 600 માથી 548 ગુણ સાથે 91.33% અને 98.79 પર્સન્ટાઇલ મેળવેલ અને ત્રીજા નંબરે ગામીત પલક સરમુખભાઇએ પણ 600માથી 544 ગુણ સાથે 90.66%અને 98.53 પર્સન્ટાઇલ મેળવેલ છે આ ઉપરાંત શાળાના અન્ય ટોપ વિદ્યાર્થીઓ પણ એવરેજ 95 કરતા વધુ PR મેળવેલ છે

સમગ્ર તાપી જિલ્લામા અને દક્ષિણ ગુજરાત મા સર્વશ્રેષ્ઠ પરિણામ આવતા તા .6/6/2022 ના રોજ શાળામા ભવ્ય ઉજવણી કરી સૌ ટોપર વિદ્યાર્થીઓને બેન્ડ અને ગીત સંગીત સાથે વધાવી લેવામા આવ્યા હતા અને સૌને મિઠાઇ વહેચી ખુશી વ્યક્ત કરી હતી

આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી બીપીનભાઇ જોધાણી સરે પ્રથમ ત્રણ નંબર મેળવનાર માહ્યાવંશી પ્રેક્ષા,ગામીત હિરલ ,અને ગામીત પલક ની સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા અને આગળ ધોરણ 12 મા પણ મહેનત કરી ઉચ્ચ પરિણામ મેળવી શાળાનુ નામ રોશન કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી

આ સાથે શાળાનો સૌ સ્ટાફ ગણ કે જેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનુ શિક્ષણ આપતા જે પરિણામ મળ્યુ છે તે બદલ ધોરણ 10ના વર્ગશિક્ષકો અને વિષય શિક્ષકોને પણ આચાર્યશ્રી અને શાળાના ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા….

સમગ્ર તાપી જિલ્લામા શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ આજે શાળામા સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે આચાર્યશ્રીએ ગૌરવભેર ઉજવણી કરી સૌને વધાવી લીધા હતા….જય અંબે ઇન્ટરનેશનલ શાળા ને ઉચ્ચ પરિણામ આપવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ….

Leave A Reply

Your email address will not be published.