Publisher Theme
I’m a gamer, always have been.

ગારીયાધાર તાલુકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આવ્યા ચર્ચામા

0 66

ગારીયાધાર શહેર ના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એ એક તરુણ બાળકની પાસે બિભત્સ માંગણી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગત પ્રમાણે ગારીયાધાર શહેર ના પાલીતાણા રોડ પર સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગુણવંતભાઈ જીવાભાઈ વણઝારા એ જણાવ્યું હતું કે તેઓનો ૧૩ વર્ષીય પુત્ર સ્વામિનારાયણના સ્નાન ઘાટ માં ન્હાવા માટે ગયેલ હોય ત્યારે ગુરુકુળના કોઠારી સ્વામી આવીને તરુણ પુત્ર પાસે નહાવાના પૈસા માંગતા અને પૈસા ન આપતા વિભક્ત માગણી કરી હતી જે સઘળી બાબત પુત્રએ પિતાને જણાવતા ફરિયાદી ગુણવંતભાઈ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ઠપકો આપવા જતાં સ્વામી ઉશ્કેરાઇ જઇ લાકડી તેમજ પ્લાસ્ટિકની પાઇપ વડે માર મારવા લાગતા તેમજ જ્ઞાતિ વિષે અપમાનિત કરતા એટ્રો સિટી સહિતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Leave A Reply

Your email address will not be published.