Publisher Theme
I’m a gamer, always have been.

પાંથાવાડા માં આવેલી શ્રી કે.ડી. ચૌધરી સંસ્કાર વિદ્યાલય નો વિદ્યાર્થી મેવાડા કુલદીપભાઈ સુખદેવભાઈ દાંતીવાડા તાલુકામાં ઝળક્યો

0 11

આજરોજ આવેલ સામાન્ય પ્રવાહ ધોરણ 12 આર્ટ્સ ના પરિણામ માં શ્રી કે.ડી. ચૌધરી સંસ્કાર ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પાંથાવાડા નો વિદ્યાર્થી મેવાડા કુલદીપ સુખદેવભાઈ 700 માંથી 624 ગુણ સાથે 89.14% અને 99.17 PR. સાથે દાંતીવાડા તાલુકામાં બીજો નંબર મેળવી શાળા તથા સમાજ અને ગામનું ગૌરવ વધારેલ છે

શ્રી કે.ડી. ચૌધરી સંસ્કાર વિદ્યાલય પાંથાવાડા તેના આજુબાજુના ગામડા ઓ માટે ઉત્તમ શિક્ષણ પૂરું પાડતી સંસ્થા છે અહીં દૂર દૂરથી વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ માટે આવે તેમના માટે ઉત્તમ પ્રકારની ટ્રાવેલિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવેલ છે તથા રહેવા માટે ઉત્તમ પ્રકારની હોસ્ટેલ ની સુવિધા પણ ઉપલબ્ધ છે અહીં શાળામાં જુનિયર કેજી/ સિનિયર કેજી / પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક આર્ટસ અને સાયન્સ વિભાગસુધીનું શિક્ષણ આપવામાં આવે છે શાળા દ્વારા ગુજકેટ , નીટ અને નવોદયના ક્લાસ પણ ચલાવવામાં આવે છે આમ દરેક વિભાગોમાં ઉત્તમ પ્રકારનું પરિણામ પણ મળી રહ્યું છે

સામાન્ય પ્રવાહના આર્ટસ વિભાગ માં શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ શાળાના આચાર્યશ્રી ચૌધરી દિનેશભાઈ અને ટ્રસ્ટીશ્રી સુજા ભાઈએ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા

Leave A Reply

Your email address will not be published.