ધાનેરા ની માલોત્રા ગૌશાળામાં 24 ગાયોના મોત, 40 ગાયને બચાવી લેવાઇ,ફૂડ પોઈઝન થવાથી ગૌશાળામાં ગાયો તરફડવા લાગી હતી
ધાનેરા તાલુકાના માલોતરા ગામે આવેલ શ્રી વડેચી ગૌશાળા માં શુક્રવારે સાંજના સમયે અચાનક ગાયો મરવા લાગતા ગૌશાળામાં હાજર હાજર રહે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને જોતજોતામાં 24 ગાયો જેટલી મરી જવા પામી હતી પશુ ડોક્ટર ને જાણ કરાતા તાત્કાલિક આવી જતા 40 જેટલી ગાયો ને બચાવી લેવામાં આવી હતી અને આ ગાયો મરવા પાછળનું કારણ લીલો ઘાસચારો આરોગવાથી ફૂડ પોઈઝન થયું હોવાનું જણાવ્યું હતું .
જેમાં ગૌશાળા ના પ્રમુખ રત્નાભાઈ પટેલ, મફાભાઈ ફોક તેમજ અન્ય ગૌસેવકો દ્વારા અન્ય ગાયોની સારવારમાં લાગી ગયા હતા અને ગાયોને બચાવવામાં મહેનત કરી હતી આ ઘટનાની જાણ મામલતદાર ને થતા મામલતદાર ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યારે ભાજપ તાલુકાના પ્રમુખ હરજીભાઈ પટેલ, વસંતભાઈ પુરોહિત તેમજ અન્ય સેવકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

લીલા ઘાસચારા ના સેમ્પલ લેવાયા :પશુડોક્ટરો
માલોતરા ગામ માં આવેલી ગૌશાળામાં ગાયો ની મોત થવાની જાણ થતા બનાસડેરીની 6 ટીમ તેમજ સરકારી ડોક્ટરોની ટીમ માલોતરા આવી પહોંચી હતી. જેમાં લીલા ઘાસચારાના કારણે ફૂડ પોઈઝન થવાથી મોત થયેલ છે લીલા ઘાસચારામાં કંઈક તકલીફ હોવાથી આ મૃત્યુ થયેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિ એ બહાર આવેલ છે અને આ ઘાસચારા ના સેમ્પલ લીધા છે એવું ત્યાં હાજર રહેલ પશુ ડોક્ટરે જણાવ્યું હતું.
પંથકમાં ગૌસેવકો માં આઘાતની લાગણી
ગૌશાળા ના પ્રમુખ રત્નાભાઇ પટેલ એ જણાવ્યું કે આ ગાયોને રોજ લીલો ઘાસચારો તો આપીએ છીએ અને આજે પણ રાબેતા મુજબ જ લીલો ઘાસચારો આપવામાં આવ્યો હતો પરંતુ કયા કારણોસર ગાયોના મોત નિપજ્યા તે ખબર ના પડી 24 ગાયોના મોત થતામાલોતરા ગામ સમગ્ર ગૌસેવકો આઘાતની લાગણી છવાઈ ગઈ હતી