Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ના મંડાલી ગામ અને પ્રજાપતિ સમાજનુ ગૌરવ

0 13

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામના વતની અને હાલ તાપી જિલ્લાના ઉકાઇ ખાતે જીઇબીમા નોકરી કરતા જિજ્ઞેશભાઇ પ્રજાપતિના પુત્ર તિર્થ પ્રજાપતિ કે જેઓ તાપી જિલ્લાના વ્યારા ખાતે અભ્યાસ કરે છે જેમણે તાજેતરમા યોજાયેલ કલામહાકુંભ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામા ભાગ લીધેલ અને વ્યારા તાલુકામા પ્રથમ આવ્યા બાદ તાપી જિલ્લામા પણ પ્રથમ નંબર મેળવ્યા બાદ તા.2/6/2022, ના રોજ સુરત ખાતે સમગ્ર દક્ષિણ ગુજરાતનો કલામહાકુંભ યોજાયેલ જેમા તાપી ,નવસારી,વલસાડ,ભરુચ,ડાંગ,,છોટા ઉદેપુર,નર્મદા,સુરત શહેર,સુરત ગ્રામ્ય એમ વિવિઘ જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમા ભાગ ભાગ લીધો હતો જેમાથી તિર્થ પ્રજાપતિએ વકતૃત્વ સ્પર્ધામા ભાગ લઈ તૃતીય નંબર મેળવતા સમગ્ર તાપી જિલ્લામા ખુશીની લાગણી છવાઇ ગઇ હતી ..તેમની શાળા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાના આચાર્યશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા સાથે જ તેમને વતન મંડાલી ગામ અને ચુડા ગોળ પ્રજાપતિ સમાજે પણ ખુશીની લાગણી વ્યક્ત કરી ભવિષ્યમા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી

Leave A Reply

Your email address will not be published.