Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લીઃબાયડના નવી વાસણી ગામે નદી કિનારે તલોદના અદાપુરના પ્રેમીઓએ વડના ઝાડ પર લટકી જઇ મોતને વહાલું કર્યું

0 89

સાથ જીયેંગે સાથ મરેંગે ના કોલ સાથે પ્રેમીપંખીડાંએ માઝૂમ નદીના તટમાં બોલેરો ગાડી મુકી વડના ઝાડ પર લટકી જઈ જીવનનો અંત આણ્યો

પ્રેમીપંખીડા તલોદ તાલુકાના અદાપુર ગામના રાજેન્દ્રસિંહ ઝાલા અને કિંજલ ઝાલા હોવાની પ્રાથમિક માહિતી અરવલ્લી જિલ્લામાં લાશો મળવાનો સિલસિલો આજે પણ યથાવત છે મળતી માહિતી પ્રમાણે બાયડ તાલુકાના નવી વાસણી ગામે આવેલી માઝૂમ નદીના પટમાં આવેલા વડના ઝાડ પર પ્રેમીપંખીડાંએ લટકી જઈ જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે..વધુ પ્રાપ્ત વિગતો, મુજબ બોલેરો જીપમાં બેસીને આવેલા પ્રેમીપંખીડાંએ બોલેરો જીપ નદીના પટમાં ઉભી કરી દઈ નજીકમાં આવેલા વડના ઝાડ પર લટકી જઈ ‘સાથ જીયેંગે સાથ મરેંગે’ ના કોલ સાથે જીવનનો અંત આણ્યો છે. ઘટનાની જાણ આંબલીયારા પોલીસને થતાં પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ બોલેરો જીપમાં તપાસ કરતાં મરનાર યુવાનનું આધાર કાર્ડ મળી આવતા યુવક અને યુવતી તલોદ તાલુકાના અદાપુર ગામના રાજેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા ઉં. વ. ૨૩.અને કિંજલ ગોબરસિહ ઝાલા ઉં વ. ૨૨.હોવાનું આંબલીયારા પોલીસે જણાવ્યું હતું. મોતનું કારણ અકબંધ છે

બાયડ તાલુકાના નવી વાસણી ગામની સીમમાં આવેલી માઝુમ નદીના તટમાં આવેલા વડના ઝાડ પર તલોદ તાલુકાના અદાપુર ગામના પ્રેમીપંખીડાંએ વડના ઝાડ પર લટકી જઇ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. બોલેરો જીપ માં આવેલા પ્રેમીપંખીડાં ઝાડ પર લટકેલી હાલતમાં હોવાની ગામલોકોને જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ આંબલીયારા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી . બોલેરો જીપમાં તપાસ તપાસ કરતાં પ્રેમીપંખીડાંં તલોદ તાલુકાના અદાના મુવાડાના એકજ ગામના રાજેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા અને કિંજલ ગોબરસિહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે.

આંબલીયારા પોલીસે લાશનો કબ્જો મેળવી જીતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.