ભટારનગર.સુરત આઝાદનગર અને ઇચ્છાપોર વિસ્તારના પાંચ યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાનું સામે આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે ફાયરવિભાગનના જવાનો તાત્કાલિક રેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. જેમાં વિકાસ સાલ્વે નામના યુવકનો જીવ બચાવી લેવાયો હતો જ્યારે ઇચ્છાપોર ખાતે રહેતા સચિનકુમાર જાદવ અને અન્ય એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. ઘટનાને પગલે પરિવારમાં ભાર દુઃખની લાગણી ફરી વળી છે….

સ્થાનિક યુવકોના ગ્રુપે એકને બચાવ્યો
ભટાર ખાતે રહેતા વિકીને ડૂબતો જોઈ બુમાબુમ થતા એટીવી બાઈકની રાઈડ ચલાવતા સ્થાનિક યુવકોનું ગ્રુપ દોડી ગયુ હતું અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ યુવકોએ જ વિકીને સહિસલામત બચાવી લીધો હતો..
આ બીચ પર વારંવાર ડૂબવાની ઘટના બનતી રહે છે પરિણામે અહીં તંત્ર દ્વારા ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ ઘટમનાને પગલે હજીરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે..