Publisher Theme
I’m a gamer, always have been.

સાણંદ માં સબ-રજીસ્ટ્રાર જીતેન્દ્રકુમાર પટેલ અને મોમીન રિઝવાન ગુલામ રસુલ લાચ લેતા ઝડપ્યા

0 210

એસીબી સફળ ટ્રેપ સાણંદ મહેસુલ ભવન મા સબ-રજીસ્ટ્રાર જીતેન્દ્રકુમાર પટેલ અને મોમીન રિઝવાન ગુલામ રસુલ ને રૂપિયા 11,00,000/- લાચ લેતા ACB એ રગે હાથ ઝડપ્યા
આ ગુનાના કામે ફરિયાદીએ ત્રણ દસ્તાવેજનું કામ રાખેલ હતુ જે ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરિયાદીને આ કામના આરોપી નં.૧ નાએ નોંધણી કરી છોડી આપેલ અને એક દસ્તાવેજ ફરિયાદીને છોડી આપેલ નહી જેથી ફરિયાદી તેઓના બાકી રહેલ દસ્તાવેજ મેળવવા સારૂ આરોપી નં.૧ ને મળતા આરોપી નં.૧ દ્વારા અગાઉ છોડી આપેલ બે દસ્તાવેજો તથા એક દસ્તાવેજ જે છોડવાનો બાકી છે તે ગણી ત્રણેય દસ્તાવેજના અવેજ પેટે રૂ.૧૮,૦૦,૦૦૦/- ની લાંચની માગણી કરેલ, રકજકના અંતે રૂ.૧૧,૦૦,૦૦૦/- નક્કી થયેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી નં. (૧) ના કહેવાથી આરોપી નં.૨ નાએ લાંચના નાણાં રૂ.૧૧,૦૦,૦૦૦/- સ્વીકારી પકડાઈ જઈ બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી, ગુનો કરી પકડાઈ ગયા બાબત ઉપરોકત બન્ને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave A Reply

Your email address will not be published.