Publisher Theme
I’m a gamer, always have been.

પાવાગઢ ખાતે થઇ રહેલ મંદિરના નવિનીકરણ અને ડોટમેટરી હોલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.

0 33

પાવાગઢ ખાતે થઇ રહેલ મંદિરના નવિનીકરણ અંતર્ગત પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે અંદાજે રૂા. ૧૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર બે પ્રકલ્પ એવા માતાજી મંદિરના પગથીયા પાસે દુધીયા તળાવ નજીક અન્નક્ષેત્ર જયા એક સાથે પાંચસો માણસો ભોજન પ્રસાદ લઇ શકશે તેમજ ડોટમેટરી હોલનું ખાતમુર્હુત મંત્રીશ્રીના હસ્તે અને રાજય આરોગ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથાર, મંદિરના ચેરમેનશ્રી સુરેન્દ્રભાઇ પટેલ,હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, અગ્રણીશ્રી અશ્વિનભાઇ પટેલ અને પ્રાંત અધિકારીશ્રી ની ઉપસ્થતિમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજય આરોગ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથાર સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.ત્યારબાદ પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજય આરોગ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથાર સહિત મહાનુભાવોએ મહાકાળી માતાજી ના મંદિરમાં માતાજી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Leave A Reply

Your email address will not be published.