Publisher Theme
I’m a gamer, always have been.

વડાપ્રધાનશ્રીની હાકલને પગલે ભાવનગર જિલ્લામાં બનનાર ૧૦૦ સરોવર માટે સહયોગની સરવાણી વહેવાં લાગી

0 75

સિહોરના બુઢણા ગામે અમૃત સરોવર તળાવ બનાવવાનો તમામ ખર્ચ ઉદ્યોગપતિશ્રી અનુભાઈ તેજાણી દ્વારા કરવામાં આવશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દેશમાં દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાની હાકલને ઉપાડી ભાવનગર જિલ્લામાં ૧૦૦ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ સરોવરોનું નિર્માણ સરકાર સાથે લોક સહયોગથી થનાર છે. જેથી જેટલો લોક સહયોગ વધુ તેટલાં વધુ સરોવરો નિર્માણ પામશે અને જિલ્લામાં પાણીની સગવડમાં વૃધ્ધિ થશે.
ભાવનગર જિલ્લામાં બનનાર ૧૦૦ સરોવર માટે સહયોગની સરવાણી વહેવાં લાગી છે. આ અંતર્ગત સિહોરના બુઢણા ગામે અમૃત સરોવર તળાવ બનાવવાનો તમામ ખર્ચ ઉદ્યોગપતિશ્રી અનુભાઈ તેજાણી દ્વારા કરવામાં આવનાર છે.

ભાવનગર કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પણ સમાજ સહયોગીઓ, સમાજસેવી સંસ્થાઓ અને જિલ્લામાં કાર્યરત ઉદ્યોગગૃહોને સમાજસેવાના આ કાર્યમાં આગળ આવવાં માટે અનુરોધ કર્યો હતો. આ અનુરોધના સકારાત્મક પરિણામો દેખાવાં લાગ્યાં છે.

આ કડી અંતર્ગત ભાવનગરના બુઢણા ગામે સૂચિત સરોવર માટેની જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી. અને આ સરોવરના નિર્માણ માટેનો તમામ ખર્ચ ઉદ્યોગપતિશ્રી અનુભાઇ તેજાણી દ્વારા કરવામાં આવી હતી.

ડેપ્યુટી કલેકટરશ્રી દિલીપસિંહ વાળાએ આ સરોવરના નિર્માણ અંગેની જાણકારી તથા તેનાથી થનાર લાભ અંગે સમાજના લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે તેના પરિણામે બુઢણાના ઉદ્યોગપતિશ્રી અનુભાઈ તેજાણી તળાવમાં થનાર સંપૂર્ણ ખર્ચ આપવાની તૈયારી દર્શાવી હતી.

આઝાદીના ૭૫ મા વર્ષના ઉપલક્ષ્યમાં સિહોર સાથે ભાવનગર જિલ્લામાં ૭૫ સરોવરની સામે ૧૦૦ સરોવરોનું નિર્માણ થનાર છે. આ સરોવરોના નિર્માણ માટે સમાજ સહયોગ ખૂબ જ જરૂરી છે. ત્યારે સમાજનો નાનામાં નાનો નાગરિક પણ તેના આર્થિક સાથે શ્રમદાન સાથે પણ આગળ આવે તે જરૂરી છે.

આ સમાજનું કાર્ય છે અને તેના નિર્માણ માટે તે જ આગળ આવે તે ઇચ્છનીય છે. તેમના સહકાર વગર સમાજ અને ભાવી પેઢીને જળથી સભર રાખવાનું કાર્ય સફળ થવાનું છે.

જળ સંચય એ કુદરતના સંરક્ષણનું કાર્ય છે. ભાવી પેઢી જળની અછત ન ભોગવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જળ અભિયાન પણ ચલાવે છે. ત્યારે આપણે સૌની જવાબદારી છે કે, આપણાં પર કુદરતનું તથા સમાજનું જે ઋણ છે તેને આ સરોવરના નિર્માણથી અદા કરીએ.

આ સરોવરોના નિર્માણથી પાણીનું સ્તર ઉંચું આવશે. આ સરોવરની આસપાસ પ્રકૃતિના જતન માટે ભારતીય મૂળ અને કૂળના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવનાર છે. જેથી આ ધરાંને ફરીથી નવપલ્લવિત કરી શકાશે.

બૂઢણા ખાતે સરોવર નિર્માણ માટેનો સંપૂર્ણ ખર્ચ બુઢણાના ઉદ્યોગપતિશ્રી અનુભાઈ તેજાણી આપનાર છે. ત્યારે વહીવટી તંત્રએ ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. અને તેમાંથી પ્રેરણા લઇ અન્ય લોકો પણ આગળ આવે તે માટેનો અનુરોધ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.