Publisher Theme
I’m a gamer, always have been.

મેઘરજના નવાગામ કસાણા ગામે લગ્નની જાનમાં આવેલા જાનૈયાઓને જુગાર રમતા રંગેહાથ પોલીસે ઝડપ્યા

0 98

ગુજરાત કારોબાર : વસંત ડામોર મેઘરજ

મેઘરજ તાલુકાના નવાગામ કસાણા ગામે અમદાવાદના વેજલપુર થી આવેલી લગ્નની જાનમાં આવેલા જાનૈયાઓએ ઝાડ નીચે બેસીને જુગાર રમતા હોવાની  ઈસરી પોલીસને બાતમી અનુસાર કૉડર્ન કરી છ જુગારીઓને રૂપિયા ૬૫૩૨૦ ની રોકડ રકમ અને ૧૪૫૦૦ રૂપિયાના 6 મોબાઇલ સહિત રૂ ૭૯૮૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં જુગારીઓ નું જોર વધ્યું છે ત્યારે ઈસરી પોલીસે, સંજયભાઈ મેરાજી ઠાકોર વેજલપુર, રાહુલભાઈ કિશોરભાઈ દંતાણી સેટેલાઈટ,રાહુલ સુરસંગજી ઠાકોર વેજલપુર,ચિરાગભાઈ ભરતભાઈ રાઠોડ સેટેલાઈટ, શુભમ પ્રકાશભાઈ ચૌહાણ વિરમગામ,અશોકભાઈ નરહરીભાઈ ઠક્કર ,અમદાવાદ ના છ વ્યક્તિઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો દાખલ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

Leave A Reply

Your email address will not be published.