Publisher Theme
I’m a gamer, always have been.

ડીસાના ડોલીવાસથી બનાસ નદીના પટ સુધી રૂ. 33 લાખ ના ખર્ચે નવો રોડ બનશે

0 11

ડીસા શહેરના સોની બજારના પાછળ આવેલા ડોલીવાસ થી બનાસ નદીના પટ સુધી બનનાર નવા રોડનું શનિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
શનિવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ના હસ્તે તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી કૈલાશભાઈ ગેહલોત, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી, બનાસ બેન્કના ડિરેકટર જીગર ભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢ, નગરપાલિકાના સદસ્ય પીન્કેશભાઈ દોશી ની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતું આ પ્રસંગે ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢીયાર,મહામંત્રી હકમાજી જધશી, રાકેશભાઈ પટેલ, પ્રશાંતભાઈ ભાટી મોતીલાલ પ્રજાપતિ, અમિતભાઈ રાજગોર, જીજ્ઞેશભાઈ જોષી સહિત નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.