Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લીઃકોમર્સ કોલેજ, મોડાસાનું ગૌરવઃજલ્પા ખાંટે અન્ડર 21કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

0 36

વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિયેશન દ્વારા તા:૨૯ એપ્રિલ થી ૧ મે ૨૦૨૨ દરમ્યાન યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, આણંદ ખાતે આયોજિત 2nd west Zone Karate Championship-2022 માં શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસાની વિદ્યાર્થીની કુ.જલ્પા ખાંટ Under-21 વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિશેષ સિદ્ધિ મેળવી કોલેજને ગૌરવ અપાવવા બદલ કોલેજના આચાર્ય ડૉ.સુધીર જોષી અને કોલેજ પરિવાર તથા ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી, કોલેજના પ્રભારી મંત્રી સુભાષભાઈ શાહ સહીત હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.