Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લીઃબાયડનો ઝાંઝરી ધોધ ફરી એકવાર ગોઝારો બન્યોઃબાપુનગરના ત્રણ યુવકોનાં મોત:

0 18

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઝાંઝરી ખાતે ગઈકાલે અમદાવાદ બાપુનગર વિસ્તાર ના ત્રણ યુવકો ઈદ ની રજાઓ માણવા આવ્યા હતાં. ઝાંઝરી ધોધમાં નાહવા પડેલા દસ જેટલા યુવકોમાંથી ત્રણ યુવકો ડૂબતાં સ્થાનિક તંત્રને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતાં બાયડ મામલતદાર દ્વારા ફાયર વિભાગ અને NDRF ની ટીમ ને તાત્કાલિક જાણ કરાઇ હતી.,આંબલિયારા પોલીસ અને સરકારી તંત્ર ઘટનાની જાણ થતાં ખડેપગે હતું. પરંતુ રાત્રે અંધારુ હોવાથી એક જ મ્રુતદેહ શોધી કાઢવો શક્ય બન્યો હતો. જ્યારે અન્ય બે યુવકોના મૃતદેહ આખી રાતની મહેનત પછી છેક સવારે શોધી કાઢવામાં સફળતા મળી હતી. મ્રુતક ત્રણ યુવાનોના શબને પી એમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave A Reply

Your email address will not be published.