Publisher Theme
I’m a gamer, always have been.

અંબાજી મંદિરની ગાદી પર સીસીટીવી કેમેરા ની વ્યવસ્થા કરવામાં આવી

0 32

કાશી વિશ્વભરમા ધર્મનગરી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે આજ રોજ ચૈત્રી નવરાત્રી પૂર્ણતાના આરે છે ત્યારે આજે સવારે અંબાજી મંદિર ખાતે ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને તેમની સાથે તેમની પુત્રી અનાર પટેલ પણ આવી હતી.
અંબાજી મંદિર ના ચાચર ચોકમાં માતાજીની ગાદી આવેલી છે આ ગાદી ની બહાર સીસીટીવી કેમેરો લાગેલો હતો જ્યારે અંબાજી મંદિર ની ગાદીમા કોઇજ કેમેરો ન હોવાના લીધે અંબાજી ના જાણીતા પત્રકાર અમીત પટેલ દ્રારા ખાસ લડત આરંભવામા આવી હતી. અંબાજી મંદિર ખાતે પહેલાં વારા મા જયશીલ મહારાજ દ્વારા અસભ્ય વર્તન ની અસંખ્ય ચર્ચાઓ સાંભળવા મળતા આ ગાદીમા કોઇજ સીસીટીવી કેમેરા ન હોવાથી ગાદી ની ગતિવિધિઓ પર કોઇજ નજર રહેતી હતી નહિ ત્યારે હવે 1 એપ્રિલ થી ભટ્ટજી મહારાજનો વારો બદલાતા હવે ગાદીમા સીસીટીવી કેમેરા લાગી ગયા છે.

Leave A Reply

Your email address will not be published.