ગોધરા તાલુકાના રાયસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં જ ધોરણ 8નાં વિધાર્થીઓનો વિદાય તથા વાર્ષિક ઉત્સવ સમારંભ યોજાઈ ગયો. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

ત્યારબાદ બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ રાસ, એકપાત્ર અભિનય, ગરબો, નાટક,લોકનૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.
વિદાય લઈ રહેલ ધોરણ 8ના વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે આશીર્વચન આપતા શાળાના શિક્ષક મહેન્દ્ર પરમારે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓને આગળ ભણી જીવનમાં ખૂબ સારી સફળતા મેળવવા માટે શાળા પરિવાર વતી અનુરોધ કર્યો હતો.
ચાલુ સાલે શાળા માંથી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ તેમજ કરાટે કાર્યક્રમમાં જોડાયેલ ૬ થી ૮ ની બાલિકાઓને પ્રમાણપત્ર વિતરણ કરી તેમનું બહુમાન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકશ્રી ચંદુભાઈ તાવિયાડ, જતીનભાઈ પાઠક, ધર્મિષ્ઠાબેન મહિડા સહિત ગામનાં અગ્રગણ્ય લોકો એસ એમ સી તથા જયદીપ રાઠોડ વગેરેએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

શાળાના આચાર્યશ્રી દિગેશભાઈ દરજીએ બાળકોને પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમનું સંકલન અને રજૂઆત શાળાના ઈનોવેટીવ શિક્ષક શ્રી મહેન્દ્રકુમાર ડી પરમાર એ કરી હતી. કાર્યક્રમ સંચાલન શાળાના પૂર્વ વિદ્યાર્થી યોગેશકુમાર ડી રાઠોડે કર્યુ હતું .