અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનું રાજ..
અમીરગઢ તાલુકો એક આદિવાસી વિસ્તારમાં ધરાવે છે અહીંની પ્રજા મૉટે ભાગે પશુપાલન પર પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. જ્યારે અમીરગઢ માં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓ પૂરતી પ્રમાણમાં ન હોવાથી ભોળી ભાળી પ્રજાને મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.એક બાજુ દવાઓનો અભાવ તો બીજીતરફ અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોકટરો દવાખાને આવતા દર્દીઓને અમીરગઢ બઝારમાં આવેલ સંજીવની નામની લેબોરેટરીમાં સીધા દર્દીઓને રિપોર્ટ કરવાવવા મોકલી દે છે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લેબોરેટરી હોવા છતાં બહાર પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલે છે અને ૧૨૦૦ થી લઈને ૨૦૦૦ સુધી રૂપિયા પડાવી છે છે આમ અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ ચારે બાજુથી લૂંટાઈ રહ્યા છે.