Publisher Theme
I’m a gamer, always have been.

હાલમાં સંપન્ન થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાંથી ચાર રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં ઉજવણી કરવામાં આવી

0 77

વિધાનસભાની ચૂંટણીમાં 4 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતા શ્રી અંબાજીમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

હાલમાં દેશના પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પાંચ રાજ્ય પૈકી પંજાબ છોડીને ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ગોવા, મણીપુર અને ઉત્તરાખંડમાં ભાજપે બહુમતી હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસ જે દેશની સૌથી મોટી અને જૂની પાર્ટી કહેવાતી હતી તેના પાંચ રાજ્યોમાં સૂપડા સાફ થયા છે સમગ્ર દેશના ભાજપના કાર્યકરો જીતની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે શક્તિપીઠ શ્રી અંબાજીa પણ ડી.કે.સર્કલ નજીક મોટી સંખ્યામાં અંબાજી ભાજપ મંડળના કાર્યકરો એકત્રિત થયા હતા ત્યાર બાદ અંબાજી ભાજપ મંડળના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો

આ પ્રસંગે અંબાજી શહેર પ્રમુખ ઈન્દ્રલાલ ગુર્જર, મહામંત્રી વિજય દેસાઈ, લલીત લુહાર, યુવા મોરચાના પ્રમુખ દિનેશ પુજારી, મહામંત્રી અભિષેક જૈન,તથા મહિલા મોરચાના મહામંત્રી સપનાબેન વણજાની ખજાનર્ચી વંદનાબેન વાસુ,કલ્પનાબેન પટેલ, બકુલેશ શુક્લ, અમરત ઓડ,નરેશભાઈ દેસાઈ, નિલેશ બુંબડીયા, નરેન્દ્ર ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપાના ભવ્ય વિજય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો

Leave A Reply

Your email address will not be published.