થરાદ માં રેફરલ હોસ્પિટલ આગળ તથા થરાદ મેઈન પ્રવેશ આગળ આવેલ આંબેડકરની પ્રતિમા બાબતે બહોળા પ્રમાણમાં લોકો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..

થરાદ તાલુકામાં આંબેડકર સાહેબ ની પ્રતિમા આગળ થી ફોરલાઈન રોડ નું કામકાજ થવાનું હોવાથી આ પ્રતિમા ને નગરપાલિકા દ્વારા ખસેડવા બાબતે પરિપત્ર કરેલ છે..
આ પરિપત્ર નો ખ્યાલ આવતાં થરાદ તાલુકાના આજુબાજુ ગામડામાં થી બહોળા પ્રમાણમાં ભાઈ ઓ અને બહેનો આ પ્રતિમા ત્યાં જ રહે તે અનુસંધાને આવેદનપત્ર આપ્યું..
નગરપાલિકા ના પ્રમુખ લવજી ભાઈ વાણિયા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આંબેડકરની પ્રતિમા ત્યાં જ રહેશે તથા રસ્તા ના કામકાજ માં અડચણ પડશે તો પ્રતિમા આગળ સર્કલ બનાવી અને થોડાક અંતર સુધી સરકાવામા આવશે…
આ શરતો સાથે દરેક લોકો સહમત થયા પરંતુ જે શરતો માં કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તો કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહિ તેવું પણ લોકો એ કહ્યું હતું ..
કારણ કે આંબેડકર સાહેબ એ દરેક સમાજ ના હિત માટે સરનિય કાર્ય કરેલ છે તે અનુસંધાને દરેક લોકો સહમત છે