Publisher Theme
I’m a gamer, always have been.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ દ્વારા રેડ અને બ્લેક કેટેગરીની શાળાના આચાર્ય તેમજ શિક્ષકોની બે દિવસીય તાલીમનું આયોજન

0 25

તારીખ 24 અને 25 /01/2022 ના રોજ બી.આર.સી.ભવન ઘોઘંબા ખાતે ગુણોત્સવ 2.O અને શાળા વિકાસ યોજનાની સમજ વિકસે તે હેતુથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ દ્વારા રેડ અને બ્લેક કેટેગરીની શાળાના આચાર્ય તેમજ શિક્ષકોની બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના કુલ 53 શિક્ષકો હાજર રહ્યા હતા. સમગ્ર તાલીમનું આયોજન અને માર્ગદર્શન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલના સિનિયર લેક્ચરર શ્રી ઉમેશભાઈ આઈ. ચૌહાણ ના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ તજજ્ઞ તરીકે રાઠોડ નિલેશ ખુમાનસિંહ આસિસ્ટન્ટ શિક્ષક ભલાણીયા પ્રાથમિક શાળા તેમજ રાઠોડ નિતેશ ખુમાનસિંહ અને રાઠોડ મહિપાલસિંહ કે જેઓ સ્કુલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે તેઓ હાજર રહી બે દિવસ તાલીમ વર્ગમાં ગુણોત્સવ 2.O શું છે? તથા તેની ફ્રેમવર્ક ની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. તથા શાળા વિકાસ યોજના અને સ્કૂલ બેઝલાઇન એસેસમેન્ટ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તાલીમ દરમિયાન શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ઘોઘંબા તાલુકાના બીઆરસી સાહેબ શ્રી પ્રવીણસિંહ જી. સોલંકી હાજર રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.