
પુરુષ / મર્દાનગી
**અછાંદસ રચના*
*°°°•••°°°•••°°°•••°°°•••°°°•••°°°•••
અગાધ મહાસાગર છે પુરુષ,
ઊંડા ઉતરો તો રત્ન છે પુરુષ..!
રત્નની ખરાઈ કરવી અઘરી,
સચ્ચાઇ, આવડતનો ભંડાર પુરુષ..!!

જૂઠ બોલતાં ન આવડે એ પુરુષ,
બોલે તો પકડાઈ જાય પુરુષ..!! ચારિત્ર્યમાં અવ્વલ જ હોય, પ્રેમ પોતાનાનો ઝંખે પુરુષ…!!! દેખાવ કે આડંબર ન ગમે, જેવો છે એવો પ્રગટે પુરુષ…!! મૅકઅપની જરુર નથી એને, સ્વયં કુદરતે સજાવેલો પુરુષ..!! સમજો તો સાચો હીરો છે પુરુષ, આપો એનાથી બમણું પરત કરતો..!! લાગણીનો સમંદર ઘૂઘવે અંદર, પૈસો નહીં માન ઝંખે પુરુષ..!! કાળજી સૌની સરખી લે પુરુષ, છતાં સ્ત્રીને મન મતભેદ રાખે પુરુષ..!! મન સાચવતાં ખુદ ભાંગી પડે, પંડને સાચવવા દીકરી ઝંખે પુરુષ..!! દીકરી જોઈ હરખાતો પુરુષ, દીકરાને પોતાનાથી ઊંચે ઈચ્છે, કાળજે પત્થર મૂકી વળાવે દીકરી, પણ પછી ભાંગી પડતો પુરુષ…!! ખરે.. જ..જો સમજો પુરુષને, પુત્ર,પતિ કે પિતા હોય પુરુષ..! અવિરત ચિંતા સૌની કરતો, ફક્ત એકવાર હૈયે હાથ મૂકીજોજો એમાં રામ દેખાશે પુરુષ.
*નલિની પંડ્યા “
નંદિની”*✍🏻