વહેવા ન દો
લોહી ,
કોઈ વિકલ્પ નથી એનો
જાણો રહસ્ય
કામ એનું
જીવન દાન
ન ધરતી માં પેદા થતું
નથી ખીલતું વૃક્ષો પર
નથી તૈયાર કરતી ફેક્ટરીઑ
નથી વેચાતું બજાર માં
એક ફક્ત
એક ફક્ત સાધન
માનવ
ન વહેવા દો
લોહી
માનવી થી માનવી બન્યો
તો પછી માનવી થી વિમુક્ત કેમ ?
કર રક્ષા આપની જાતની
બધા માં એક સરખું તત્વ
લોહી
વ્યર્થ ન જાય એક ટીંપું પણ
કણ કણ થી સંસાર રચાયો ,વસ્યો
ટીંપે ટીંપે ઘડો ભરાયો
ટીંપે ટીંપે હારી ભરી છે આ ધરતી
ન વહેવા દો
લોહી
બાલ્યવસ્થાનો સંગ્રહ
યુવાવસ્થા માં ફળાહારી
વનપ્રસ્થ માં સેવા કર
પછી વારો સન્યાસ નો
હિન્દુ નું લોહી
મુસ્લિમ નું લહુ
સિખ નું રક્ત
પારસી નું બ્લડ
બધા નો રંગ એક છે લાલ
વહેવા ન દો
લોહી
૨. આવો સાથીઓ આપીએ સાથ
આવો સાથીઓ સાથ આપીએ
રાષ્ટ્ર માટે ની રક્તશાળા ને
પોકાર છે પરીવર્તન નો,બદલાવ નો
એક જુથ થઈ આગળ વધીએ
દુશ્મન આવ્યા સરહદ પર આપની
તેને પાઠ ભણાવવો છે
સરહદ પર વીર જવાન આપણો
રક્તદાન કામ અમારું છે
જોમ રંગો માં ભરી લો
લોહીના દરિયા નહીં,સમુદ્ર છો તમે
અને તું
સંગ્રહિત થઈ ઊભો થજે
હે રક્તવીર ,
આ ઘડી છે પરીક્ષા ની
સ્વેચ્છિક રક્તદાન ની
૩. ઓલવાઈ ગયેલ દીવો સળગે તો માનું
લાખો દીવા સળગાવી ને થાય છે
કોઈ એક દિવાળી રોશની
જગ મગ થયું સમગ્ર રાષ્ટ્ર
દીવા ના પ્રકાશ થી
એક ઘર માં ફેલાયું છે અંધારું
જગમગવા છે વ્યાકુળ
એક માત્ર વંશ દિપક
વેન્ટિલેટર બેડ હોસ્પિટલ માં
જગ મગ થવા ને
દીવો એક એવો જળહળ્યો
રોશની મળે એ પરિવાર ને
બેસી અંધારા માં વિતાવી રહ્યા રાત
સવાર થવાની રાહ માં
બુજાયેલ દીવો સળગે તો માનું
સજી છે દીપમાળા
સ્વેચ્છિક રકત દાન વધે તો સમજુ
સજી છે રક્તશાળા
૪. એક ટીંપું લોહી
કેમ ઉદાસ છે
હે રક્તવિર
શું લોહી વૃક્ષો પર ઊગે છે
કે દુકાનો માં વેચાય છે
ના, ના
આ પ્રકૃતિ ની દેન છે
તને ફક્ત આ
નસો માં તારી વહી રહ્યું
સંગ્રહિત કર
હે રક્તવિર
ટીંપા એક માટે તરસે
સરહદ પર જવાન
હોસ્પિટલ માં દર્દી
તું લોહી નો દરિયો
એક ટીંપા ના રક્તદાન થી
કઈ ખૂટશે નહીં
નસો રૂપી દરિયો ભરી દેશે
વૃક્ષો,પુષ્પો ખીલી ઉઠશે
ધરતી ખીલી ઉઠશે
એક ટીંપું લોહી માત્ર થી
૫. પ્રકૃતિ વેચાઈ રહી છે
હું જોઈ રહ્યો છું બ્લડ બેન્કો માં
પ્રકૃતિ વેચાઈ રહી છે ,માલેતુજાર ને ત્યાં
વાત કરી રહ્યો છું હું,લોહીની ધમનીઓમાથી
તારા તો તરંગો પણ વેચાઈ રહ્યા છે
રડી રહી છે આ ધરતી આજે
શું વિચારી રહ્યો છે માણસ ?
મે ધીમે થી કહ્યું
આજે તો લોહી નહીં જમીર વેચાઈ રહ્યું છે
સમાજ ની માનસિકતા પણ જોઈ
ઘેટાં બકરા ના સોદા ની જેમ
નોકરીવાળા ને ત્યાં
માણસ ના માણસ વેચાઈ રહ્યા છે
પ્રકૃતિ ખૂબ વહાવે છે
નસો માં નદીઓ લોહીની
પરંતુ કેમ વિચારતા નથી તમે
બાટલીયોંમાં શું વેચાઈ રહ્યું છે
૬. બલિદાની બનો
હે રક્તવીર
બલિદાની બનો
બલિદાન લોહી માંગે છે
બલિદાન આપ્યું
સુભાશ્ચંદ્ર બોસે
બલિદાન આપ્યું
રાજગુરુ,ભગત સિંહ ,સુખદેવે
નવજુવાનો એ
વીર સૈનિક બલિદાન આપે
દેશ ની સરહદો પર
માંગે છે લોહી નવજુવાનો નું
આઝાદી માનતા માનવો પાસે
હે માનવ
સ્વેચ્છિક રક્તદાન વીર બનો
સ્વસ્થ આઝાદ રાષ્ટ્ર ના
રક્ષક ,રક્તવીર બનો
કવિ ડૉ અશોક મંગલેશ
અનુવાદક
ડૉ ગુલાબચંદ પટેલ
કવિ,લેખક,અનુવાદક