પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના બે ગુનાઓમાં છેલ્લાં ૧૦ વર્ષથી નાસતાં ફરતાં આરોપીની ધરપકડ કરતી સાણંદ પોલીસ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં બનતા ઘરફોડ ચોરી તેમજ લૂંટના બનાવો અટકાવવાં તેમજ આવા ગુનાઓમાં નાસતાં ફરતાં આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરવા માટે અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વી.ચંન્દ્રશેખર તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાણંદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે. ટી. કામરીયા નાઓએ સુચનાઓ આપેલ હોય, પો.ઇન્સ.આર.જી.ખાંટ સાણંદ પો.સ્ટે.નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે પંચમહાલ જિલ્લાંના રાજગઢ પો.સ્ટે.ના લૂંટ અને ધાડના બે ગુનાઓમાં નાસતો ફરતો આરોપી ભારતા ઉર્ફે ભરત સમસુ પલાસ ઉ.વ.૪૦ હાલ રહે.બાપુનગર,અમદાવાદ મૂળ રહે.ગામ આંબલી ખજુરીયા,તા. ગરબાડા,જિ.દાહોદવાળાને સાણંદ ખાતેથી પકડી વધુ તપાસ હાથ ધરેલ છે.
( પકડાયેલ આરોપીનું નામ-સરનામું :-
ભારતા ઉર્ફે ભરત સમસુ પલાસ ઉ.વ.૪૦ હાલ રહે.બાપુનગર,અમદાવાદ મૂળ રહે.ગામ આંબલી ખજુરીયા,તા.ગરબાડા,જિ.દાહોદ
(સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
પોલીસ ઇન્સ્પેક્ટર,આર.જી.ખાંટ સાણંદ પો.સ્ટે., જી.કે.ચાવડા પો. સબ.ઇન્સ., અ.પો.કો. ગોપાલભાઇ મીઠાભાઇ,અ.પો.કો.પ્રકાશભાઇ દિલીપભાઇ