પાલનપુર આબુ હાઇવે પર એક જ દિવસ માં બે ટ્રક પલ્ટી…જેમાં એક ટ્રક માં અનાજ ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે બીજા ટ્રક માં એરંડા ની બોરીઓ ભરેલી હોય તેવું જાણવા મળ્યું હતું.એક ટ્રક પાલનપુર ના એરોમા સર્કલ નજીક પલ્ટી હતી જ્યારે બીજી ટ્રક આબુ હાઇવે પર આવેલ સાઈબાબા મંદિરની સામે પલ્ટી હતી જોકે સદનસીબે ટ્રકો પલ્ટી મારતાં જાનહાનિ ટળી હતી…
એરંડા ભરેલી ટ્રકે પલ્ટી મારતાં અફરા તફરી સર્જાઈ હતી…આમ અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને
જાનહાની ટળતાં લોકોએ રાહત અનુભવી હતી…