લાખણી તાલુકાના વાસણા વાતમ ગામનુ ગૌરવ બહેન પરમાર રંજનબેન બાલચંદભાઈ ખુબ જ નાની ઉંમરે B.S.F મા ભોમ ની રક્ષા માટે જોઈન કરી એમના વતન વાસણા પરત ફરતા ગામ લોકો અને એના પરિવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
બનાસકાંઠા જીલ્લાનુ લાખણી તાલુકા નુ એક નાનકડુ ગામ વાસણા ગામ જેમા એક બહેન પરમાર રંજનબેન બાલચંદભાઈ ખુબ જ નાની ઉંમરે B.S.F મા ભોમ ની રક્ષા માટે જોઈન કરી એમના વતન વાસણા પરત ફરતા ગામ લોકો અને એના પરિવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

વહેલી સવારે બહેન વતન પરત ફરતા તેમને લેવા માટે ગામ લોકો અને તેમનો પરિવાર લાખણી લેવા પહોંચી ગયા હતા અને લાખણી થી વાસણા ગામ સુધી ભવ્ય રેલી યોજી હતી આ રેલીમાં મા યુવાન ભાઈ ઓ બહેનો તેમનો પરિવાર અને ગામ તમામ સમાજ ના આગેવાનો સંરપચ અને બહાર ગામ ના લોકો જોડાયા હતા..રેલી મા લોકો બાઈક ગાંડી ઓ ડીજે સાથે નાચતાં ગાતા બહેન ને વધાવી લેવામાં મા આવ્યા હતા ત્યાં થી રેલી વાસણા ગામ મા આવી પહોચતા ગામ લોકો અને એમના પરિવારે બહેન નુ વાસણા બસ્ટેશન પર અતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
સ્વાગત કર્યા બાદ બહેન એ ગામ મા શિવ શંકર ભગવાન ના મંદીરે દર્શન કર્યા અને તેમના કુળદેવી માતાજી ના મંદિરે શીશ ઝુકાવ્યું હતુ અને ત્યાર બાદ રેલી અને ડીજે સાથે આખા ગામ મા બહેન ને ફેરવી અને ગામ લોકો એ પણ અલગ અલગ ગી ધામ ધુમ થી ઊજવણી કરી હતી અને ગામ લોકો મા અને એમના સમાજ અને એના પરિવાર મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો

ખરેખર બહેન અભિનંદન પાત્ર છે કે બહેન એક ખેડુત પરિવાર ની દિકરી છે અને ગરીબ ઘર માથી આવે છે અને ખુબ જ નાની ઉમર મા દેશ ની રક્ષા કાજે B.S.F મા જોઈન થયા