Publisher Theme
I’m a gamer, always have been.

જગત જનની મા અંબા ના નવ દિવસ ના નોરતા ચાલી રહ્યા છે અને નવરાત્રિના શુભ અવસર પર આજે નમના દિવસે એક પહલ ફાઉન્ડેશન દ્વારા કન્યા પૂજન કરવામાં આવ્યું

0 47

” બેટી બચાઓ , બેટી પઢાઓ ” સુત્રને સાર્થક કરતું એક પહેલ ફાઉન્ડેશન

જગત જનની મા અંબા ના નવ દિવસ ના નોરતા ચાલી રહ્યા છે અને નવરાત્રિના શુભ અવસર પર આજે નમના દિવસે એક પહલ ફાઉન્ડેશન દ્વારા કન્યા પૂજન કરવામાં આવ્યું , જેનો મુખ્ય હેતુ હતો બેટી બચાવો બેટી પઢાવો નારી શક્તિનું પૂજન અર્થાત્ દરેક દિવસે દીકરીનુ પૂજન કરો અને જીવનના પથ પર આગળ વધારો

બનાસકાંઠા ની ધન્ય ધરા પર પહેલી વાર , એક પહલ ફાઉન્ડેશન દ્વારા 151 કન્યા પુજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હરીપુરા પ્રાથમિક શાળા અને આજુબાજુની 151 ગરીબ કન્યાને મા દુર્ગાનું સ્વરૂપ ધારણ કરાવી ને તેમની પૂજન-અર્ચના કરવામાં આવી, આ 151 નાની બાળાઓ દ્વારા કંકુના પગલા પાડી ને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.માતાજી નો શણગાર , ચુંદડી ઓઢાડીને કન્યાઓને સજાવવામાં આવી. દીકરાઓને પણ માં જગદંબા ની ચુંદરી માથે બાંધી સન્માન કર્યાં.બટુક ભૈરવ સ્વરૂપ છોકરા અને નવદુર્ગા રૂપી કન્યાઓનુ સ્વાગત કરવામા આવ્યું અને માતાજીની આરતી પણ કરવામાં આવી. નવદુર્ગા રૂપી ક્ન્યા સાથે ગરબા રમ્યા પછી માતાની ને ભોગ લગાવવામાં આવ્યો , એમાં હલવા પુરી , ચણાનું શાક , બટાકાનું શાક વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો.
અંતમાં હર એક બેટી શિક્ષિત થાય અને સ્વનિભૅર બને , સન્માન મલે એવા વિચારોથી સંસ્થા તરફથી નવદુર્ગા રુપી કન્યાને નોટબુક , પેનપોકેટ અને દક્ષિણા એક પહલ ફાઉન્ડેશન દ્વારા ભેટ આપવામાં આવી.
એક પહલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા જાતે કન્યાઓ માટે ભોજન બનાવવામાં આવ્યુ.એક પહલ ફાઉન્ડેશનના આ કાર્યક્રમમાં સંસ્થાના સેવાભાવી લોકો અને બીજા પણ ઘણા લોકોએ સહકાર આપ્યો.

આ એક પહલ ફાઉન્ડેશનના નવદુર્ગા રુપી કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રીમતી પૂર્ણિમા ચંદ્રા પી.પટેલ, ઉપપ્રમુખ પ્રવિર ચંદ્ર કે પટેલ , સેક્રેટરી દિનેશભાઈ મકવાણા , હરીપુરા પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ એવા શ્રી પરેશભાઈ મોઢ સાહેબ શર્મિષ્ઠાબેન પટેલ ,મીનલબેન પટેલ , દર્શનાબેન જોશી ,અંકિતસિંઘજી ભાવિનીબેન પટેલ , સંગીતાબેન પટેલ , દક્ષાબેન પટેલ , વગેરે તથા આજુબાજુ માંથી મોટા પ્રમાણમાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા અને માતાજીના આશીર્વાદ લીધા.આવુ ભવ્ય આયોજન કરી દીકરી માટે આ સંસ્થાએ અનેક ઉદાહરણ પ્રસ્તુત કર્યા છે.નારીનું પૂજન નવ દિવસ નહીં બલ્કિ એમના માન-સન્માન દરેક દિવસે કરો , બેટીને ખૂબ ભણાવો તાકી દરેક શિખર સુધી બેટીના પગલાં પડે અને આગળ વધે , એક નારી શિક્ષિત થાય તો એક પરિવાર , એક સમાજ , અને એક દેશ શિક્ષિત થાય દીકરા ને પણ માં જગદંબા ની ચુંદરી થી પગરી માથે બાંધી સનમાન કર્યાં.બટુક ભૈરવ સ્વરૂપ ની પૂજન કરવામાં આવ્યું

Leave A Reply

Your email address will not be published.