બે દિવસ અગાઉ પકડાયેલ પ્રતિબંધિત નાર્કોટીક્સ મેફેડ્રોન (M.D.) ડ્રગ્સના મૂળ સુધી જઈ હેરાફેરી નો પર્દાફાસ કરી મુંબઈથી વધુ એક આરોપી પકડી પાડતી ડીસા રૂરલ પોલીસ ટીમ
બે દિવસ અગાઉ પકડાયેલ પ્રતિબંધિત નાર્કોટીક્સ મેફેડ્રોન (M.D.) ડ્રગ્સના મૂળ સુધી જઈ હેરાફેરી નો પર્દાફાસ કરી મુંબઈથી વધુ એક આરોપી પકડી પાડતી ડીસા રૂરલ પોલીસ ટીમ.
સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુરના ઇન્ચાર્જ પોલીસ અધીક્ષકશ્રી શુસીલ અગ્રવાલ સાહેબ નાઓએ નાર્કોટીક્સ ડ્રગ્સના મૂળ સુધી જઈ વધુ આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા સાહેબ નાઓના માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી નાઓએ એક ટીમ બનાવી ઉપરોકત બનાવ બાબતે ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુળ સુધી જઇ આ બાબતે વધુ આરોપી પકડવા માટે મુંબઇ રવાના કરેલ, અને સદરહુ ટીમ દ્વારા પકડાયેલ ચાર આરોપીઓ પૈકી મુખ્ય સાગરીતને સાથે રાખી, મુંબઇ ખાતે સ્થાનીક પોલીસની મદદ મેળવી, ટેટોડા ગૌશાળા નજીકથી પકડાયેલ મેફેડ્રોન (M.D.) ડ્રગ્સ (૧૧૭ગ્રામ) નો જથ્થો (કી.રૂ. રૂ.૧૧,૭૫,૭૦૦/-) આપનાર અંકીતકુમાર સ/ઓ મથુરાપ્રસાદ ગૌતમ રહે. મુંબઇ વિરાર, ગ્લોબલ સીટી વાળાને હયુમન સોર્સ દ્વારા ઝડપી પાડવામા આવ્યો, અને સદરહુ આરોપીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે
પકડાયેલ આરોપીઓ :-
(૧) અંકીતકુમાર સ/ઓ મથુરાપ્રસાદ ગૌતમ રહે. મુંબઇ વિરાર, ગ્લોબલ સીટી
આ કામગીરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી બી. જે. ચાવડા, તથા પો.કોન્સ. અશોકભાઇ જગમાલભાઇ, તથા પો.કોન્સ. વિક્રમજી સરદારજી તથા પો.કોન્સ. સબળસીહ ચેહુજી તથા ડ્રા.પો.કો. દિનેશકુમાર મહેન્દ્રભાઇ નાઓ સદરહુ ટીમમા નીયુકત કરેલ હતા.