
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંઘી નગર દ્વારા દશેરા નિમિતે શસ્ત્રો ની પૂજા નો કાર્યક્રમ સેક્ટર ૨૧ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે શ્રી વણઝારા સાહેબ પ્રમુખ ગુરુ વંદના મંચ ગાંધીનગર ની અધ્યક્ષતા હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો
જેમાં બજરંગ દળ ના પ્રમુખ શ્રી અમરત ભાઇ ઠક્કર દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા અતિથિઓ નું સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ શ્રી વણઝારા સાહેબ નું ફૂલ માળા થી સન્માન ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં શ્રી ખોડિંદાસ મહંત નું ફૂલ માળા થી સન્માન ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં શ્રી રામદાસ મહારાજ દ્વારા સુંદર વક્તવ્ય આપ્યું હતું
શ્રી વણઝારા સાહેબ દ્વારા પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ છે, હિન્દુત્વ છે પરંતુ ધરમ્ત્વ નથી રાજ્ય સાથે ધરમ્ત્વ જોડવાનું છે હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગ દરેક વ્યક્તિ ઓએ કરવા જણાવવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં શ્રી અમરત ભાઇ ઠાકોર, એમ એન પટેલ દ્વારા વક્તવ્ય આપ્યું હતું
આ કાર્યક્રમ શસ્ત્રો નું પૂજન કરવામાં આવ્યું હતું
અંતમાં આભાર વ્યક્ત શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો