બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવવામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાત્રે ડીસામાંથી સ્વીફ્ટ ગાડી ની ચોરી થતા ચકચાર તસ્કરો કાચ તોડી ગાડીની ઉઠાંતરી કરી ગયા સીસીટીવીમાં થયા કેદ
બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવવામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાત્રે ડીસામાંથી સ્વીફ્ટ ગાડી ની ચોરી થતા ચકચાર
તસ્કરો કાચ તોડી ગાડીની ઉઠાંતરી કરી ગયા સીસીટીવીમાં થયા કેદ
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી ઘરફોડ ચોરી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેના લીધે શહેરીજનો માં પણ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે બુધવારે વહેલી સવારે લક્ષ્મીનારાયણ સોસાયટી માં ઘરની આગળ પાર્ક કરેલી ગાડી નો કાચ તોડી અજાણ્યા શખ્શો ગાડી ની ચોરી કરી ફરાર થઈ ગયા છે આ અંગેની જાણ પોલીસને થતાં જ દક્ષિણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે
આ બનાવની વિગત એવી છે કે ડીસા શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યોગેશભાઇ વારડે પોતાની સ્વીફ્ટ ગાડી નંબર Gj08 Ap -2980 ઘર આગળ પાર્ક કરી હતી ત્યારે બુધવારે વહેલી સવારે બાઈક પર આવેલા અજાણ્યા બે શખ્શો ગાડીનો કાચ તોડી ગાડી ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે ગાડી માલિકને જાણ થતા જ ગાડી તેમના ઘર આગળથી ગાયબ હતી આસપાસમાં શોધખોળ કરવા છતાં પણ કોઈ ભાળ ન મળતા આખરે તેમણે પોતાની ગાડી ચોરાઈ હોવાની ફરિયાદ દક્ષિણ પોલીસ મથકે નોંધાવતા પોલીસ ની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરો ની શોધખોળ હાથ ધરી છે ગાડી ચોરી કરવા આવેલા બે શખ્સો બાઈક પર આવે છે અને બાદમાં એક શખ્સ બાઈક પર અને એક શખ્સ ગાડી ની ચોરી કરીને જતો કેમેરા માં દેખાય છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી