અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે પાડાની રૂપિયા 51 લાખ આજે મંગળવારે કિંમત થતા પરિવારમાં ખુશી પ્રસરી.
પાડાની પીઠ ઉપર અરબી ભાષામાં મહંમદ લખાયેલું જોવા મળતા ઊંચી કિંમત થતા અનેક લોકો પાડો નિહાળવા પહોંચ્યા હતા.
અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના ખેડૂતના પાડાયે સામાન્ય પરિવારના કિસ્મત ખોલ્યા હોય તેવી પાડાની કિંમત થવા લાગી છે. કિંમત ના સમાચાર વાયુવેગે ફેલાતા અનેક લોકો ખેડૂતના ખેતરે પાડો જોવા આવી રહ્યા છે. હાલમાં પરિવાર પણ પાડાની ખાસ કાળજી લઇ રહ્યો છે.
અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના ચૌહાણ ઉત્તમસિંહ કરણસિંહ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે જેમની એક ભેંશનું વિયાણ થતા પાડાને જન્મ આપ્યો હતો. પરિવારને જે બચ્ચું સાધારણ લાગતું હતું એ ભેંસનું બચ્ચું હાલમાં લાખોની કિંમતમાં માંગણી કરવામાં આવી રહ્યું છે. પરિવાર માટે આ 15 મહિનાના પાડાની કિંમત હાલમાં 51 લાખ આંકવામાં આવતા પરિવારની ખુશીમાં ચાર ચાંદ લાગ્યા છે. ને ખેડૂત પરિવાર હાલમાં પાડાની ખુબજ સાર સંભાળ રાખે છે. પાડાની ઊંચી બોલી પાછળનું સાચું કારણ તેની પીઠ ઉપર દેખાતું અરબી ભાષામાં મહંમદ નામ છે હાલમાં એક પછી બીજા અનેક લોકો આ પાડાની કિંમત બોલી ને માંગણી કરી ચુક્યા છે પરંતુ મંગળવાર સુધી પાડાને કોઈ જોડે વેચ્યો નથી અને તેની સારી રીતે સંભાળ કરવામાં આવી રહી છે.
નાની ઉંમરના પાડાની વધુ કિંમત થતા અન્યો જોડે જાણ્યું હતું.
15 મહિનની ઉંમરના નાના પાડાની 5100000 ફોન પર માંગણી સતત વધારો કિંમતમાં માંગણી થવા લગતા ઓળખીતા મુસ્લિમ ભાઈને બોલાવી પૂછતાં તેમને જણાવ્યું હતું કે પાડાની પીઠ ઉપર અરબી ભાષામાં મહંમદ લખાણ વંચાય છે. અમારા મહંમદ પેગંબર નું અમારા ધર્મમાં ઊંચું સ્થાન છે જેથી તમારા પાડાની કિંમત વધારે મળે છે.