બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર અને ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ દ્વારા ભારત માતા મંદિર સેક્ટર ૭ ગાંધીનગર ખાતે વિશિષ્ટ પ્રતિભા ઓ ને સમ્માનિત કરવા માટે નો કાર્યક્રમ નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ શ્રી એમ કે રાવલ સાહેબની અધ્યક્ષતા માં યોજાઈ ગયો, જેમાં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ, શ્રી નાજા સાહેબ ડેપ્યૂટી મેયર પૂર્વ, શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ, શ્રી વિનોદભાઈ ચૌહાણ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં મહારાષ્ટ્ર બાલ પ્રતિષ્ઠાન ના અધ્યક્ષ શ્રી ડૉ રાની ખેડીકર, સચિવ શ્રી નરેશ વાઘ અને કાર્ય અધ્યક્ષ શ્રી મનોજ ચીનચોરે ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી હતી. અતિથિ ઓ દ્વારા દિપ જ્યોતિ પરમ જ્યોતિ જલાવી હતી.
આ કાર્યક્રમ તમામ અતિથિઓ નું સન્માન શાલ ઓઢાડી બાલ રક્ષક પ્રતિષ્ઠાન ના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા પણ સમ્માન પત્ર તથા ખેસ પહેરાવી તમામ ઉપસ્થિત અતિથિઓ નું સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં શ્રી ધર્મેશ જોશી ને લાઇફ ટાઇમ એચિવ મેન્ટ અવોર્ડ બાલ રક્ષક પ્રતિષ્ઠાન ના પદાધિકારીઓ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમ માં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ને ટ્રોફી મોમેન્ટઓ શાલ અને પુષ્પ ગુચ્છ અને “મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય માનવતા પુરસ્કાર – ૨૦૨૧ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમ માં કુલ ૪૦ શિક્ષકો કે જેઓ એ વિશિષ્ટ કામગીરી કરી છે તેઓને ટ્રોફી અને સન્માન પત્ર “મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય માનવતા પુરસ્કાર – ૨૦૨૧” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
નાયબ નિયામક શ્રી એમ કે રાવલ સાહેબ દ્વારા સૌ ને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આપણે બાળકો માટે કામ કરવાનું છે. આપ સૌ સારું કાર્ય કરી રહ્યા છે
નાજા સાહેબ ડેપ્યૂટી મેયર પૂર્વ દ્વારા સારા લોકો એ રાજકારણમાં જોડાવું જોઈએ અને રાષ્ટ્ર સેવા કરવી જોઈએ આ કાર્યક્રમ માં શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ ટ્રસ્ટીઓ, શ્રી કાંતિ ભાઇ પટેલ એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ની मेष ચૌહાણ નું સન્માન કરવામાં આવ્યું હતું