ભાયાવદર શહેર માં તૂટેલા રોડ ની કામગીરી માટે જાગ્રત નાગરિકો અને
નગરપાલિકા દ્વારા ચક્કાજામની ચીમકી દેતા રોડ રસ્તાઓ રીપેર કરવાની કામગીરી હાથ ધરાઈ
ગુજરાતી માં એક કહેવત છે કે
ચમત્કાર વગર નમસ્કાર નહિ
આ કહેવત સિદ્ધાર્થ થઇ છે રાજકોટ ના ભાયાવદર શહેર માં

ભાયાવદર શહેર થી પસાર થતા આર એન્ડ બી બીભાગ હસ્તકના સવા બે કિલોમીટર ના રોડ ઉપર પડેલા ગાબડા તાત્કાલિક પુરવામાં નહીં આવે તો નગરપાલિકા ની ટીમ દ્વારા આ રોડ ને ચક્કાજામ કરવામાં આવસે તેવુ અલટીમેટમ આર એન્ડ બી વીભાગના માં આપતા આ અલટીમેટમ નયનભાઈ જીવાણી બાધાભાઇ ખાંભલા મામંદ ભાઇ પટા દ્વારા આપવામાં આવ્યું હતું
તેના ભાગરૂપે આજે આર એન્ડ બી વીભાગના અધીકારી જોગરાણા સાહેબ ની હાજરી માં ડામર થી આ રોડ ઉપર પડેલ ગાબડા પુરવામાં આવી રહ્યા છે આર એન્ડ બી કચેરીના સાધનો સાથે તાત્કાલિક રીપેર કરવા માટે કામ ચાલુ કરવામાં માં આવ્યું
આ કામગીરી સુંદર રીતે થાય તે માટે ભાયાવદર નગરપાલિકા પ્રમુખ શ્રી નયનભાઈ જીવાણી ઉપ પ્રમુખ શ્રી બાધાભાઇ ખાંભલા કારોબારી અધ્યક્ષ શ્રી મામંદભાઈ પટ્ટા તેમજ નગરપાલિકા નાં કર્મચારીઓ ખડે પગે હાજર રહી ને આ કામગીરી મા આર એન્ડ બી વીભાગના લોકો ને મદદરૂપ થઇ રહ્યાં છે