Publisher Theme
I’m a gamer, always have been.

ત્રણ મહિના પહેલા ગુમ થયેલી ભાભરના મેરા ગામની પરિણિતાની પતિએ હત્યા કર્યાનું ખુલ્યું

0 12

ભાભરના મેરા ગામની ત્રણ મહિના પહેલા ગુમ થયેલી પરિણિતાની પતિએ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. ત્રણ મહિના પહેલા પત્નીને પિયરથી તેડી લાવી રાત્રે રસ્તામાં ગીચ ઝાડીમાં હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. અગાઉ ત્રણ મહિના પહેલા પિતાએ પુત્રી ગુમ થઈ હોવાની ભાભર પોલીસ મથકે નોંધ કરાવી હતી. જોકે ઠંડે કલેજે હત્યા કરનાર પતિ સામે ફિટકાર વરસાવ્યો છે. ભાભર તાલુકાના ચચાસણા ગામના બાબુજી મહાદેવભાઈ ઠાકોરની પુત્રી હેતલ ઉ.વ.19ને બે વર્ષ પહેલાં ભાભર તાલુકાના મેરા ગામના ઠાકરશી લક્ષ્મણજી ઉ.વ.21 સાથે પરણાવી હતી. પરંતુ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી પિયરમાં રહેતી હતી.

ગત 4 જુલાઈના રોજ તેનો પતિ તેને તેડવા માટે ગયો હતો ત્યારે પિયર પક્ષ વાળાઓએ તેમની પુત્રીને સમજાવી સાથે મોકલી હતી. પરંતુ પત્ની ઉપર શંકા રાખી પતિનો પ્લાન અગલ હતો. પત્નીને મીઠાથી તેરવાડા જતા રસ્તામાં મીઠા ગામની થળી જંગલ જેવા વિસ્તારમાં રાત્રે સાથે લઈ ગયા બાદ તેની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. સવારે પિયર પક્ષને જાણ કરી હતી કે તમારી દિકરી ક્યાંક જતી રહી છે. મૃતકના પિતા બાબુજી ઠાકોરે 6 જુલાઈએ ભાભર પોલીસ મથકે દીકરી ગુમ થયાાની નોંધ કરાવી હતી.

મૃતકની લાશ જ્યાં દાટી હતી ત્યાંથી બહાર કઢાઈ

ભાભર પીએસઆઇ એચ એલ જોષી અને ટીમે ગુમ થયેલી પરિણિતાની 3 મહિના થવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે હેતલના પતિ ઠાકરશી લક્ષ્મણજી ઠાકોરના મોબાઈલ લોકેશન તપાસતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરતા તેના પતિને ભાભર પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી તેવી પતિ દ્વારા પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું અને ત્રણ મહિના પહેલા ઠંડા કલેજે કરેલી હત્યાનો ભેદ ઉકેલાતા ચકચાર મચી છે. ભાભર પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની લાશ જ્યાં દાટી હતી ત્યાંથી બહાર કઢાઈ
ભાભર પોલીસ ટીમ, ડીવાયએસપી થરાદ, ભાભર મામલતદાર, સીએચસી તબીબી ટીમને સાથે ત્રણ મહિના પહેલા હત્યા કરી લાશને જમીનમાં જ્યાં દાટી દીધી હતી ત્યાંથી તેને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી.

Leave A Reply

Your email address will not be published.