
તારીખ ૬/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકે જાણકારી મળી કે પાલનપુર પવન ફૂટવેર દુકાન પાસે કબૂતર ઘાયલ છે , કુંવરબાઇ સ્કુલ પાસે બંગલામાં કબૂતર ઘાયલ છે તથા સાંજે ૪:૦૦ કલાકે જાણકારી મળી કે સ્ટેશન રોડ પર વાનર ઘાયલ છે તે તમામ સ્થળે જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી તાત્કાલિક ત્યાં પહોંચી તમામ જીવોને સારવાર હેઠળ વન વિભાગ લઈ જઈ જીવ બચાવ્યો હતો ઠાકોરદાસ ખત્રીએ દિવસની શરૂઆત જ ત્રણ જીવ બચાવી ને કરી હતી તેમને અત્યાર સુધી ૨૦૦૦ થી પણ વધુ પશુ પંખીઓના જીવ બચાવ્યા છે